જૂનાગઢના માંગરોળમાં મરીન પોલીસનાં 2 જવાનોનો આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

જૂનાગઢના માંગરોળમાં મરીન પોલીસનાં બે જવાનોએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બંને કોન્સ્ટેબલોએ અલગ-અલગ સ્થળોએ આપઘાત કર્યો હતો. જેના કારણે પણ અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. મરીન પોલીસના જવાનોએ આપઘાત કરી લેતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે આપઘાત અંગેનું કારણ હજુ અકબંધ છે.

જૂનાગઢનાં માંગરોળમાં આપઘાત કરનાર પોલીસ જવાનોનાં નામ જયદીપ વિરા પરમાર અને સાજીદ હોવાનું સામે આવ્યું હતું. માંગરોળના ઢેલાણા ગામના જયદીપ પરમારે પોતાની વાડીએ ઝેરી દવા પી ગટગટાવી લીધી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

બે મરિન પોલીસના કોન્સ્ટેબલોએ આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો હતો. અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે બંને પોલીસ જવાનોએ આપઘાત કેમ કર્યો તે અંગેનું કારણ અકબંધ છે. અને કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.