જૂનાગઢના ઘેડ પંથકમાં વરસાદે વિનાશ વેતર્યો, નદીઓના પાણી ખેતરોમાં ફરી વળતા પાકનો સોંથ વળી ગયો..

જુનાગઢમાં ભારે વરસાદને પગલે ખેડૂતોનો મગફળી સહિતનાં પાકોનો સોથ વળી જવા પામ્યો હતો. અનેક ખેડૂતોની બે-બે રોપણી નિષ્ફળ જવા પામી છે. ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે

જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતો ભાઈ પાયમાલ થયા છે . જ્યારે ખેડૂતોને ભારે વરસાદથી થયેલા નુકસાન ને લઇ સરકાર વહેલાસર સર્વે કરાવી પાક નુકસાન નું વળતર ચૂકવે તેમજ જૂનાગઢ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ થયો હોય તેને લઇ સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

ખેડૂતોએ લીલો દૂષ્કાળ જાહેર કરવાની કરી માગ

જુનાગઢ જીલ્લો મગફળીનું હબ ગણાતું હોય છે ત્યારે ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે જ્યારે ખેડૂત વરસાદની રાહ જોતો હોય છે અને થોડો વરસાદ પડે ત્યારે ખેડૂતોમાં ખુશી જોવા મળતી હોય છે. ત્યારે આ વર્ષે થોડા દિવસ પહેલા 10 થી 12 દિવસ દરમિયાન એકી સાથે કુદરત પણ ખેડૂતો પર મહેરબાન થયો હોય તેવી રીતે સો ટકાથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લામાં નોંધાયો છે. જેને લઇ જુનાગઢ જિલ્લાની તમામ નદી નાળા ડેમો છલકાયા હતા ત્યારે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.

તેમજ અનેક ઘેડના વિસ્તારોમાં ફરી વળતી ઓજત ઉબેણ મધુવંતી જેવી નદીના પાણી ખેતરો પર ફરી વળી હતી.જેમાં ખેડૂતોએ એક થી બે વખત કરેલ મગફળી નું વાવેતર મોટા પાયે કરેલ જ્યારે વધુ વરસાદ ને લઈને ખેતરો ધોયા હતા અને મગફળીના પાકને નુકસાન થયું હતું. તેમજ અનેક વિસ્તારોમાં ઉબેણ નદીનું કેમિકલ યુક્ત પાણી પણ ખેતરોમાં પરિવર્તા ઉભેલો પાક પણ બળી ગયો છે . જેને લઇ સરકાર વહેલી તકે સર્વે કરાવી અને ખેડૂતોને થયેલ નુકસાન નું વળતર વહેલી તકે આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. તેમજ મૂંગા પશુઓનો પણ ચારો પણ બચ્યો નથી. ત્યારે પશુઓને પણ પૂરતો ચારો મળે તેવી સરકાર સહાય કરે તેવી માંગ કરી હતી. જ્યારે જુનાગઢ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેને લઇ સરકાર લીલો દુષ્કાળ જાહેર કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.