જૂનાગઢમાં BJP માટે શરમજનક ઘટના: દિગ્ગજ નેતા અને તેમના પિતા જેલમાં ધકેલાતા લાગ્યું મોટું કલંક

જૂનાગઢમાં ભાજપ માટે આજે શરમજનક કહી શકાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જૂનાગઢનાં વોર્ડ નં. 3 નાં ભાજપનાં બિનહરીફ થયેલા નગરસેવક અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશીને સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે એટલું જ નહીં, અબ્બાસ કુરેશીના પિતાને પણ જેલમાં મોકલાયા છે. પુત્ર અને પિતાને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યાછે.

જૂનાગઢ ભાજપના ઇબ્રાહિમ ગેમલરને આજે પાસા હેઠળ સુરત જેલમાં ધકેલવામાં આવ્યા છે. તેમની સાથે નગરસેવક અબ્બાસ કુરેશી પણ પાસા હેઠળ છે જેલમાં ગયા છે. તમને જણાવી દઈએ કે, જૂનાગઢના ભાજપના નગરસેવક અને તેના પિતા બંને પાસા હેઠળ જેલમાં મોકલાયા છે, તેમના પર અનેક ગુના નોંધાયેલા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જૂનાગઢનાં વોર્ડ નં. 3 નાં ભાજપનાં બિનહરીફ થયેલા નગરસેવક અબ્બાસ ઇબ્રાહીમ ઉર્ફે ગેમ્બલર કુરેશીને એલસીબીએ પાસામાં પકડી વડોદરા જેલમાં ધકેલી દીધો હતા. અબ્બાસે થોડા દિવસો પહેલાં પોલીસ પર હુમલો કર્યો તે વખતે તેમણે પીએસઆઇને તેમની જ્ઞાતિ વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેનો વિડીયો પણ વાઇરલ થયો હતો. આ મામલે જૂનાગઢ શહેરમાં ભાજપની ભારે ટીકાઓ પણ થઇ હતી. આખરે પોલીસે તેના પર પાસાનું શસ્ત્ર ઉગામી વડોદરા જેલમાં ધકેલી દીધો હતા.

તમને જણાવીએ કે, ભાજપનાં આ નગરસેવક વિરૂધ્ધ અનેક ગુના નોંધાયેલા છે. અબ્બાસ કુરેશી સામે હત્યાની કોશિષ, રાયોટીંગ, ખંડણી, પોલીસની ફરજમાં રૂકાવટ, બળજબરીથી પડાવી લેવું, ગેરકાયદેસર અપ્રવેશ સહિત અનેક ગુના નોંધાયેલા છે. આ ગુનાઓના અનુસંધાને એસ.પી. સૌરભસિંહે અબ્બાસ કુરેશી વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરી હતી. જેને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂરી આપતા ગત રાત્રે એલસીબી તથા એસઓજીના સ્ટાફે ભાજપના નગરસેવક અબ્બાસ કુરેશીની પાસા હેઠળ અટક કરી તેને વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.