કોરોનાની બીજી લહેરમાં જૂનાગઢથી, ભાવુક કરી દે તેવા આવી રહ્યાં છે સમાચાર

કોરોનાગ્રસ્ત મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. આ દરમ્યાન તેમના કોઈ સંબંધીએ તેમને ફોન કરીને તબિયત પૂછ્યા હતાં. સંબંધીએ પૂછ્યું કે કેમ છે તબિયત, કોઈ ડૉક્ટર જોવા આવ્યાં કે નહીં. આટલી વાતચીક દરમ્યાન જ મહિલાએ હૂંકારો ભરતા ભરતા જ પોતાના પ્રાણ છોડ્યાં હતાં.

રાજ્યમાં 12 એપ્રિલ 2021ના રોજ 55 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4855 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.