ઝુપડપટ્ટીના બાળકો માટે સન્ડે પાઠશાળા,૧૨૫ બાળકો માસ્ક પહેરીને ભણે છે

સરકારી શાળાના શ્રમજીવી પરિવારના ગરીબ બાળકોનો અભ્યાસ છૂટી ન જાય તે માટે મહિલાઓના ગ્રુપનો પ્રયાસ

કોરોનાકાળમાં શાળાઓ બંધ છે અને ખાનગી શાળાઓમાં ઓનલાઈન ક્લાસિસ શરૂ છે. ત્યારે નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ઝૂંપડપટ્ટીના બાળકોનું ભણતર ન છૂટે એ માટે મહિલાઓએ દર રવિવારે તેમને ભણાવવાનું શરૂ કર્યું છે. જેમાં 125 થી વધુ બાળકોનું સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સાથે ભણે છે.

કોરોનાને પગલે શાળાઓ પણ બંધ છે અને એમાં પણ સરકારી શાળાના ગરીબ શ્રમજીવી પરિવારના બાળકો આ સમયને વેસ્ટ ન કરે એ માટે સુરતના હેતલ નાયક અને તેમની ટીમ દ્વારા રવિવારે આ બાળકોને ભણવાનું શરૂ કર્યું છે. આ ગરીબ બાળકોના ભણતરને ધ્યાનમાં લઈને ખાલી સમયનો સદુપયોગ થાય એ હેતુ થી અમી ચેરીટેબલ સેવા ટ્રસ્ટના સન્ડે પાઠશાળા પ્રોજેકટ અંતર્ગત 125 થી 130 જેટલા બાળકોને ભણાવાય છે. અડાજણ વિસ્તારના સ્ટાર બજાર ની પાછળ આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તથા સીએનજી પંપ પાસે ના ઝૂપડપટ્ટીમાં રહેતા બાળકોને સોશિયલ ડિસ્ટનસિંગ અને માસ્ક સાથે આ મહિલાઓ દ્વારા ભણાવવામાં આવે છે જેમાં પહેલા ધોરણથી સાતમા ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે.

બાળકોને ભણતર સિવાય ડ્રોઈંગ જેવી અન્ય એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા લોકડાઉન થી લઈને અત્યાર સુધી તેઓને આયુર્વેદિક મેડિસિનનું પણ વિતરણ કરવામાં આવ્યું છે તેમજ ફૂડ વિતરણ કરાયું હતું. આ ઉપરાંત આ બાળકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મહિલાઓ દ્વારા પૂરી પડાઈ હતી. હેતલ નાયકે કહ્યું કે, બાળકોના ભવિષ્યનો વિચાર કરીને માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરાયા બાદ છેલ્લા એક મહિનાથી ફ્રીથીથી તેઓને ભણાવવાનું શરૂ કર્યું છે. અહીં બાળકોને તમામ વિષયોનું અને એક્ટિવિટીની સમજ આપવામાં આવે છે જેથી કરીને તેઓ ભવિષ્યમાં પગભર થઈ શકે. અહીં તેઓને ડ્રોઈંગ પણ શીખવાડીએ છીએ અને તેમની પરીક્ષા પણ રાખીએ છીએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.