બીલીમોરા એસટી ડેપોની બસના ડ્રાઈવરનું પોતાનીજ બસ નીચે આવી જતા ઘટનાસ્થળ ઉપર કમકમાટીભર્યું મોત થયું હોવાનું સામે આવ્યું છે.જેમાં બસના ડ્રાઈવર શશીકાંત પટેલ પોતાની બસ ચાલુ કરીને કાચ સાફ કરી રહ્યા હતા.આ સમય દરમિયાન અચાનક બસ સરકી જતા તેઓ બસ નીચે કચડાઈ ગયા હતા.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે ૩૬ વર્હીય શશીકાંત પટેલ નવસારીના બીલીમોરા બસ સ્ટેશન ઉપર ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યા છે.તેઓ ચીખ્લી તાલુકાના સતાળીયા ગામથી બીલીમોરા રૂટ ઉપર એસટી બસ ચલાવે છે.જેમાં તેઓ સતાળિયા ગામની અંદર રાત્રી રોકાણ કરતા હતા.
વહેલી સવારે બીલીમોરા પરત આવતા હતા.રોજના નિત્યક્રમ પ્રમાણે શશીકાંતભાઈ મંગળવારની વહેલી સવારે ચાર વાગે ઉઠીને પોતાની બસના કાચ સાફ કરી રહ્યા હતા.આ સમય દરમિયાન તેમને ઢાળ ઉપર હેન્ડ બ્રેક માર્યા વગર બસ ઉભી રાખી હતી જે અચાનક સરકવા લાગી હતી જેથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
શશીકાંતભાઈ ધુમ્મસભર્યા માહોલમાં બસનો આગળનો કાચ સાફ કરી રહ્યા હતા આ સમયે બસ સરકવા લાગતા તેઓ કુદી પડ્યા હતા. પરંતુ તેઓ એવી રીતે નીચે પડ્યા કે,બસ નીચે કચડાયા હતા.કૂદીને રસ્તા ઉપર પડેલા ડ્રાઈવરના શરીર ઉપર બસ ચડી જતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.
મળતી માહિતી અનુસાર શશીકાંત પટેલ માત્ર ૨૦ દિવસ અગાઉ જ એસ.ટી વિભાગમાં ડ્રાઈવર તરીકે જોડાયા હતા. તેમના પરિવારમાં પત્ની અને ૧૧ વર્ષની દીકરી છે. ત્યારે તેમના નિધનથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.સમગ્ર મામલે કંડકર બિપિન પટેલ દ્વારા અકસ્માતને લઈને ફરિયાદ આપવામાં આવી હતી જેના પગલે ચીખલી પોલીસ દ્વારા અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.