ખેડૂતો માટે કેન્દ્ર સરકાર નવી યોજનાઓ લોંચ કરી રહી છે. તેમની આવક બમણી કરી નાખીશું તેવા દાવા કરી રહી છે. જોકે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ખેડૂતોની આવક બમણી થવાની તો વાત દૂર જ રહી પરંતુ ખેડૂતોનું દેવું છે તેની રકમમાં સતત વધારો થઈ રહ્યો છે.નાબાડઁ દ્નારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાં ખેડૂતો પર હાલ રૂપિયા ૧૬.૮ લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જયારે સરકાર કહે છે કે અમે ખેડૂતોના દેવા માફી માટે હાલ કોઈ જ યોજના નથી લાવવાનાં.
https://www.youtube.com/watch?v=VlPHdMXZ5-4
આ જાણકારી ખુદ કેન્દ્ર સરકારે સંસદમાં આપી છે જેમાં કયાં રાજયમાં કેટલાં રૂપિયાનું ખેડૂતો પર દેવું તે પણ જણાવવામાં આવ્યું છે. સંસદમાં જયારે સવાલ કરવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોના દાવા માફ કરવાની કોઈ યોજના ધડી રહી છે. તેના જવાબમાં રાજયકક્ષાનાં નાણાં મંત્રી ભાગવત કરાડે જણાવ્યું કે ખેડૂતો નાં દેવા માફ કરવાની સરકારની કોઈ જ યોજના જ નથી. સાથે જ સરકારે સંસદમાં ખેડૂતો સાથે સંકળાયેલા ૩૧મી માચઁ ૨૦૨૧ સુધીમાં ડેટા જાહેર કર્યા છે.
દેશભરના ખેડૂતો પર દેવાના જે આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ સૌથી વધુ દેવુ તામિલનાડુના ખેડૂતો પર છે. તામિલનાડુના ખેડૂતો પર રૃપિયા ૧.૮૯ લાખ કરોડ રૃપિયાનું દેવુ છે. જ્યારે ૧.૬૯ લાખ કરોડ સાથે આંધ્ર પ્રદેશ બીજા, ૧.૫૫ લાખ કરોડ સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. તેવી જ રીતે ૧.૫૩ લાખ કરોડ સાથે મહારાષ્ટ્ર ચોથા અને ૧.૪૩ લાખ કરોડ સાથે કર્ણાટક પાંચમા ક્રમે છે. જ્યારે આંકડા જાહેર કરાયા તે મુજબ દેશમાં એવા પણ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાંના ખેડૂતો પર બહુ જ ઓછુ દેવું છે. આ રાજ્યોમાં દમન અને દીવ, લક્ષદ્વીપ, સિક્કીમ, લદ્દાખ, મિઝોરમનો સમાવેશ થાય છે.
https://www.youtube.com/watch?v=MUAAZ-r3OXY
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.