જ્યોતિરાદિત્ય સિધિયાના કોંગ્રેસ છોડયા બાદ મચેલુ ઘમાસાણ હજી યથાવત છે. કોંગ્રેસમાં અને ખાસ કરીને મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ દબાતા સૂરે સિંધિયાના કોંગ્રેસ છોડવાના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. જેમ કે મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ નાયકે કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી હાર્યા બાદ સિંધિયાએ પાંચ દિવસ ભોજન નહોતુ કર્યુ.તેઓ કોંગ્રેસના જૂથવાદથી દુખી હતી.તેમને મનાવવા માટે તેમના માતા ઘરે ગયા હતા. તેમનુ એવુ પણ કહેવુ છે કે, સિંધિયાએ દિગ્વિજયસિંહના કારણે રાજીનામુ આપ્યુ છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસમાં એટલો જૂથવાદ છે કે, કોંગ્રેસ બચી જ નથી. જોકે હું કોંગ્રેસ નથી છોડવાનો. બીજી તરફ કોંગ્રેસ નેતા અને અભિનેત્રી નગમાએ પણ કહ્યુ છે કે, અમારામાંથી ઘણા લોકોમાં અસંતોષ છે પણ પાર્ટી તે જોઈ શકવામાં નિષ્ફળ ગઈ છે.સિંધિયાએ પાર્ટી છોડી તેમાં કશું આશ્ચર્યજનક નથી. બીજા ઘણા લોકો આવુ કરશે. જ્યારે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે સિંધિયાના પાર્ટી છોડવાના નિર્ણયને કમનસીબ ગણાવીને કહ્યુ છે કે, જો પાર્ટીની અંદર વાતચીત થકી મતભેદો ઉકેલી શકાયા હોત તો સારુ હોત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.