પંડિત જવાહરલાલ નેહરૂની જંયતિ પર દેશમાં 14 નવેમ્બરના રોજ ઉજવાતા ‘બાળ દિવસ’ની તારીખ બદલવાની માગ ઊભી થઈ રહી છે. દિલ્હીમાં BJPના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ ‘બાળ દિવસ’ની તારીખ બદલવા માટે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે.મનોજ તિવારીએ પત્રમાં લખ્યું કે, 14 નવેમ્બરના રોજ પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિને ‘બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. તેના સ્થાને સાહિબજાદા ફતેહ સિંહની શહાદતના દિવસને ‘બાળ દિવસ’ તરીકેે ઉજવવામાં આવે.
તેમણે પત્રમાં લખ્યું, 1956થી 14 નવેમ્બરના રોજ નહેરૂજીના જન્મદિને ‘બાળ દિવસ’ની ઉજવણી કરવાની પરંપરા ચાલતી આવી રહી છે. તેની પાછળ એવી ખોટી ધારણા છે કે તેમને બાળકો ઘણાં પ્રિય હતા.
મનોજ તિવારીએ કહ્યું, આપણા દેશમાં બાળકોએ ઘણાં બલિદાન આપ્યા છે. જેમાં શીખોના દશમ ગુરુ સાહિબ શ્રી ગુરુગોબિંદ સિંહજીના નાના સાહબજાદે, સાહિબજાદા જોરાબર સિંહજી અને સાહિબજાદા ફતેહ સિંહજી છે. જેઓ સરહિંદ પંજાબમાં 1705માં પૌષ માહમાં ધર્મની રક્ષા માટે શહિદ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.