કોરોનાની સ્પીડને અટકાવવા માટે કેન્દ્ર સરકાર રસીકરણનો દાયરો સતત વધારી રહી છે. આ અંતર્ગત કાર્યસ્થળ પર 100 પાત્ર લાભાર્થી હોવાની સ્થિતિમાં ત્યાં જ કોવિડ રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવશે.
સરકારી જાહેરખબરમાં જણાવવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી 45ની ઉંમરના તમામ લોકોમાં રસીકરણની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. દેશભરમાં 45-59 વર્ષના લોકો મોટી સંખ્યામાં સંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે. આ લોકો સરકારી અને ખાનગી ઓફિસોમાં મેન્યૂફેક્ચરિંગ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરે છે.
આ ઉપરાંત નિગમ આયુક્તની આગેવાની વાળી યૂટીએફ એટલે અર્બન ટાસ્ક ફોર્સ પણ આવી જગ્યાઓની ઓળખ કરશે. નોડલ ઓફિસર રસીકરણની તમામ વ્યવસ્થા જોશે. જેમ કે લાભાર્થીઓ માટે રજિસ્ટ્રેશનને લઈને રસીકરણ સુધીની તમામ વ્યવસ્થા જોશે.
હાલમાં જ કેન્દ્ર સરકારે હેલ્થ કેર વર્ક્સના રસીકરણમાટે ફ્રેશ રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે. સરકાર કોરોનાના વધતા મામલાને ધ્યાનમાં રાખીને રસીકરણનો દાયરો વધારવા ઈચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.