કોરોનાની મહામારી વચ્ચે પણ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા કે રાહત સામગ્રી પહોંચાડવા માટે એર ઈન્ડિયાના વિમાનોએ સંખ્યાબંધ ઉડાનો ભરી હતી.
એર ઈન્ડિયાના આ મિશનને પાકિસ્તાની એર ટ્રાફિક કન્ટ્રોલ(એટીસી)એ પણ સલામ કરી છે.ભારતની બૂરાઈ કરવામાં એક તરફ પાકિસ્તાની સરકાર પાછી પાની
નથી કરતી ત્યારે પાકિસ્તાનમાં કેટલાક એવા પણ છે જે ભારતને સારા કામ માટે દાદ પણ આપે છે.
એર ઈન્ડિયાના એક પાયલોટે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યુ હતુ કે, લોકડાઉનમાં ફસાયેલા યુરોપના નાગરિકોને લઈને વિમાન જર્મની જઈ રહ્યુ હતુ અને
પાકિસ્તાનની એર સ્પેસમાં પ્રવેશ કર્યો કે, પાકિસ્તાન એટીસીએ અમારુ સ્વાગત કર્યુ હતુ. એર ટ્રાફિક કન્ટ્રોલરને અમે જ્યારે કન્ફર્મ કર્યુ હતુ કે, અમે રાહત સામગ્રી લઈને જઈ રહ્યા છે ત્યારે કન્ટ્રોલરે કહ્યુ હતુ કે, અમને ગર્વ છે કે, આ પ્રકારના રોગચાળા વચ્ચે પણ તમારા વિમાન ઉડાન ભરી રહ્યા છે.
પાયલોટે કહ્યુ હતુ કે, એ પછી અમે પણ તેમનો આભાર માન્ય હતો.પાક એટીસીએ ઈરાનના એટીસી સાથે સંપર્ક સાધવામાં પણ અમારી મદદ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.