જ્યોતિરાદિત્ય સિંધ્યા કોંગ્રેસથી નારાજઃ ટ્વીટર પ્રોફાઇલમાંથી કોંગ્રેસનો પરિચય હટાવ્યો

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધ્યા હાઇકમાન્ડથી નારાજ હોવાની અટકળો વચ્ચે આજે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી પોતાનો કોંગ્રેસી પરિચય હટાવી દીધો છે.

તેમણે ટ્વીટર પર પોતાનું સ્ટેટસ બદલી દીધુ છે. તેમણે સ્ટેટસમાં પબ્લિક સર્વન્ટ અને ક્રિકેટ પ્રેમી લખ્યુ છે જ્યારે પહેલા પૂર્વ સાંસદ ગુના, પૂર્વ કેન્દ્રીય મંત્રી-ઉર્જા-વાણિજ્ય અને ઉદ્યોગ લખ્યુ હતુ.

પોતાના પ્રોફાઇલમાં હવે ફક્ત જનસેવક અને ક્રિકેટ પ્રેમી હોવાનું જણાવ્યું છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા દોઢ વર્ષથી સતત કોઈને કોઈ કારણથી ચર્ચામાં છે. મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમને પાર્ટીના ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવાયા હતા. તેઓ સ્ટાર કેમ્પેનર હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.