મધ્ય પ્રદેશની સરકારના દલિત મહિલા પ્રધાન ઇમરતીદેવી વિશે અઘટિત ટીકા કરનારા રાજ્યના ભતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથ સામે હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ઇંદોરમાં મૌન ધરણા પર બેસી ગયા હતા. સિંધિયા સાથે એમના ટેકેદારો પણ હતા. તેમની પાસે એવાં પાટિયાં હતાં કે માતા બહનોં કા જો કરે અપમાન ઉન કા કૈસે કરેં વોટ દેકર સન્માન…
કમલનાથે પોતાના પક્ષના એક ઉમેદવારના પ્રચાર માટેની સભામાં ઇમરતી દેવીને એક આઇટમ તરીકે વર્ણવ્યા હતા. સિંધિયાના આ મૌન ધરણા બે કલાક માટે હતા. સિંધિયા સાથે તેમના અસંખ્ય ટેકેદારો પણ આ દેખાવોમાં જોડાયા હતા.
કમલનાથના આ વિધાન સામે ભાજપે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી દીધી હતી. ભાજપે કમલનાથના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લાદવાની માગણી પણ કરી હતી. બચાવ પક્ષમાં આવી ગયેલા કોંગ્રેસના નેતાઓ કહે છે કે કમલનાથે ઇમરતી દેવીનું નામ લીધું નથી. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘ ચૌહાણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસે પહેલાં મને ભૂખ્યો નાગો કહ્યો હતો. હવે એક દલિત ખેડૂતની પુત્રીનું જાહેરમાં અપમાન કર્યું હતું. મતદારોએ આ વાતની નોંધ લઇને કોંગ્રેસને પાઠ ભણાવવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.