જ્યોતિરાદિત્યે દોહરાવ્યો ઈતિહાસ,1996મા પિતા માધવરાયએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો

જયોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં પ્રવેશતા મધ્યપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કદાવર નેતા સિંધિયાની સાથે કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોએ પણ રાજીનામું આપતા કમલનાથ સરકારની ખુરશી ડગમગવા લાગી છે. જો કે કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ રોકવા માટે કોગ્રેસ પક્ષમાંથી સિંધિયાને બરતરફ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી છે. જયોતિરાધિત્યએ જે સંજોગોમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તેવી જ પરીસ્થિતિમાં આજથી ૨૪ વર્ષ પહેલા પિતા માધવરાય સિંધિયાએ પણ કોંગ્રેસ છોડી હતી. આમ ૨૪ વર્ષ પહેલા પિતા સાથે બનેલી ઘટનાનું પુત્ર સાથે પુનરાવર્તન થયું છે.

સંજયગાંધીને વિમાન ઉડાડવાનો ખૂબ શોખ હતો. ૧૯૮૦માં ઇન્દિેરા ગાંધીના ખાસ ધીરેન્દ્ર બ્રહ્મચારીએ સંજય માટે એક નાનું વિમાન વિદેશથી મંગાવ્યું હતું. ૨૦ જુન ૧૯૮ના રોજ કલબ ઇન્સ્ટ્રકટરે આ વિમાન ઉડાડીને ચકાસણી કરી ત્યારે ઓકે જણાયું હતું. ૨૧ જુનના રોજ ખુદ સંજયગાંધીએ પણ પ્લેનનો ટ્રાયલ લીધો હતો. સંજય ગાંધીએ માધવરાયને પ્લેનમાં બેસવા માટે ૨૩ જુનના રોજ  દિલ્હી આવવા આમંત્રણ આપ્યું હતું પરંતુ માધવરાય સમયસર પહોંચી ન શકતા સંજય ગાંધીએ એકલા જ વિમાન ઉડાડયું હતું. આ જ સમયે વિમાન ક્રશ થતા સંજય ગાંધીનું મોત થયું હતું, નસીબના બળિયા માધવરાય એ સમયે બચી ગયા હતા પરંતુ ૨૦૦૧માં એક વિમાની અકસ્માતમાં તેઓ બચી શકયા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.