કે.વી. સુબ્રમણ્યમે કહી મોટી વાત,અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર થશે નહીંઃ સુબ્રમણ્યમ

મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું કે કોરોના મહામારીનું સંક્રમણ આવનારા મહિનાના મધ્યમાં ચરમ સીમાએ પહોંચશે. પરંતુ આ સાથે તેઓ કહ્યું છે કે તેની અર્થવ્યવસ્થા પર વ્યાપક અસર થશે નહીં. દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણની વચ્ચે તેઓએ આ વાત કહી છે.

તેઓએ એમ પણ કહ્યું કે ભારતને કોરોના સંકટના આ સમયને અવસરમાં બદલવાની પહેલ છે અને આ સમયે તમામ આયાતની મુશ્કેલીઓને દૂર કરવા માટે સુધારાવાદી પગલા લેવાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી બ્રોકરેજ કંપની બોફા સિક્યોરિટીઝે ચેતવણી આપતાં કહ્યું છે કે ભારતમાં એક મહિનાનું દેશવ્યાપી લોકડાઉન લગાવાશે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

સરકાર અનેક સ્તરે કોરોનાને રોકવાના પ્રયાસ કરી રહી છે અને સાથે જ જીવન અને આજીવિકાને બચાવી રાખવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર કોઈ લોકડાઉન લગાવશે નહીં અને કોરોનાની ચેઈનને તોડવા માટે સ્થાનિક સ્તરે જ પ્રતિબંધની મદદ લઈને કામ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.