ગીતા રબારીએ જુલાઈ મહિનામાં પીએમ મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી, મુલાકાત બાદ વડાપ્રધાને ટ્વિટ કરીને ગીતા રબારીની પ્રશંસા કરી હતી.
કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડેન્ગ્યૂનો કહેર યથાવત્ રહ્યો છે. કચ્છના સુપ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી પણ ડેન્ગ્યૂમાં સપડાયા છે. તેમને સારવાર માટે ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે દિવસ તાવ આવ્યા બાદ ગીતા રબારીનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કચ્છમાં સિવિલ સર્જન સહિત સાત જેટલા તબીબી પણ ડેન્ગ્યૂની બીમારીમાં સપડાયા હોવાની માહિતી મળી છે.
ગીતા રબારીની સારવાર કરનાર ડો. જયંતિ સથવારાએ જણાવ્યું કે, “ગીતાબેન મારી હોસ્પિટલમાં બે દિવસ પહેલા સાંજે પાંચ વાગ્યા આવ્યા હતા. એમને એ દિવસે બપોરથી તાવ હતો. તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદમાં તાવ ઓછો થયો હતો. તેમનો જે બ્લડ રિપોર્ટ કરાયો હતો તેમાં તેમને ડેન્ગ્યૂ પોઝિટિવ આવે છે. હાલ તેમને હોસ્પિટલ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ડેન્ગ્યૂ હોવાથી તેમને રિકવર થતાં પાંચથી સાત દિવસ લાગશે. હાલ તેમની તબિયત સારી છે, તેમને કોઈ તકલીફ નથી.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.