કચ્છ પંથકમાં વરસાદના અતિરેકથી પશુઓમાં રોગચાળો જોવા મળતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. ઘેટાં બકરા જેવા અબોલ જીવોને બીમારીના કારણે ચાલવામાં ભારે પરેશાની થતી હોવાથી વગડામાં ચરવા જઇ શકતા નથી અને મોઢું પાકી આવતા ઘાસ પણ ખાઇ શકતા ન હોવાથી બીમારીમાં સપડાયા બાદ એક દિવસમાં મોતને ભેટતા હોવાનું જાણવા મળ્યું છે.
તો અંગે માલધારીઓના સંગઠન માટે કામ કરતી એનજીઓ સંસ્થાના રમેશભાઈ વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, 10 લાખ જેટલા ઘેટા બકરા કચ્છમાં આવેલા છે. જેમાં 30 ટકા જેટલા ઘેટા બકરાને આ બીમારી લાગુ પડી છે.
જો પાંચ દસ ટકા મળે તો પણ આંકડો લાખોમાં થઇ જાય જેથી સત્વરે વહીવટ તંત્ર આ અંગે યોગ્ય કરે અહીંના માલધારીઓને આર્થિક રીતે પરેશાની ભોગવવાનો વારો પણ આવી જાય પશુઓના મોત અને એના રોગચાળા માટે વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગને અપીલ પણ તેમણે કરી હતી. બીમારી બાબતે પશુ ચિકિત્સકે કહ્યું કે વરસાદી પાણીના કારણે પગ ફુગાઈ જાય અને તેનામાં રસી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.