કચ્છમાં કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ, રવિવારે એક જ દિવસમાં પોઝિટીવ કેસનો રાફડો ફાટયો

મુંબઈથી આવી રહેલા લોકો હવે કચ્છ માટે જોખમકારક બની રહ્યા હોવાની આશંકા સાચી ઠરતી જાય છે. કેમકે રવિવારે માત્ર એક જ દિવસમાં કોરોનાના ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકીમાંથી ૧૩ વ્યકિત મુંબઈથી આવી છે, જયારે એક વ્યકિત દિલ્હીથી આવી છે.

કચ્છ જિલ્લામાં શનિવારનાં ૧૮૯ જેટલા લોકોનાં સેમ્પલ લેવાયા હતા, જેમાં ભચાઉ તાલુકામાંથી ૨૯, અંજાર-૨૮, અબડાસા-૩૯, માંડવી-૨૫, નખત્રાણા-૪૨,ગાંધીધામ-૨,જી.કે.જનરલ હોસ્પિટલ આઉટડોર-૪ તથા ઓપીડીમાંથી ૨ વ્યકિતનો સમાવેશ થાય છે. તેમાંથી જ ૧૪ વ્યકિતનાં રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

જેમાં સૌથી વધુ ભચાઉ તાલુકામાં ૮ કેસ નોંધાયા છે, ભચાઉ તાલુકાનાં સામખિયાળી-૨, આધોઈ-૨, જૂના કટારિયા-૧, ખારોઈ-૧, વોંધ-૧ તથા ઘરાણામાં-૧, અબડાસા તાલુકામાં કોઠારામાં ૨ તથા નલિયામાં ૨ તથા માંડવી તાલુકાનાં કોડાય તથા મસ્કા ગામમાં ૧-૧ કેસ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.