Papaya Health Tips: પપૈયું લગભગ આખું વર્ષ મળી રહેતું ફળ છે. જો પપૈયાનું રોજ સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. પપૈયું ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેથી પપૈયાનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટ સાફ રહે છે. તેમાં રહેલા એન્ઝાઇમ્સ મળ પસાર (Papaya Health Tips) કરવામાં મદદ કરે છે. પપૈયાનું સેવન કરવાથી પેટમાં સોજો, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓમાં રાહત મળે છે. પપૈયા પાચન સંબંધી રોગોનો રામબાણ ઈલાજ છે. પપૈયું ઝાડ પર પાકે તે પહેલાં જ તોડવામાં આવે છે. આ કાચુ પપૈયું સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. આ કાચું પપૈયું વજન ઘટાડવાથી લઈને ઘા રૂઝવામાં અસરકારક સાબિત થાય છે. ત્યારે અહીં જાણીશું કે કાચા પપૈયા પાચનથી લઈને કિડનીના સ્વાસ્થ્યને કેવી રીતે સુધારે છે.
કાચા પપૈયા પાચનક્રિયાને કેવી રીતે સ્વસ્થ રાખે છે?
કાચા પપૈયા ખાવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. ડીકે પબ્લિશિંગની બુક હીલિંગ ફૂડ્સ અનુસાર, કાચા પપૈયામાં સૌથી વધુ માત્રામાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ પેપૈન જોવા મળે છે, જે કોલોન અને આંતરડાની સફાઈ કરવામાં અસરકારક સાબિત થાય છે. પપૈયાનું સેવન કરવાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.
વજન કંટ્રોલ કરે છે પપૈયા
કાચા પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. કાચા પપૈયાનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. કાચા પપૈયામાં કેલરી ઓછી અને સ્ટાર્ચ ભરપૂર માત્રામાં હોય છે. જેથી કાચા પપૈયાનું સેવન કરવાથી વજન સરળતાથી નિયંત્રિત થાય છે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે પપૈયું
ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે કાચા પપૈયા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અસરદાર છે. કાચું પપૈયું ખાવાથી વધુ કોલેસ્ટ્રોલ હોય તેવા લોકોનું હૃદય સ્વસ્થ રહે છે.
બ્લડ શુગરને કંટ્રોલ કરે છે કાચા પપૈયા
એક રિપોર્ટ અનુસાર, કાચા પપૈયામાં એન્ટી ડાયાબિટીસ ગુણ રહેલા છે. જેઓ હાઈ બ્લડ શુગરથી પીડાતા હોય, તેમણે કાચા પપૈયાનું સેવન કરવું જોઈએ. તમે કાચા પપૈયાનું શાક બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.
કિડનીને સ્વસ્થ રાખે છે કાચા પપૈયા
કાચા પપૈયાનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. જ્યારે શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી તત્વો સરળતાથી બહાર આવવા લાગે છે, ત્યારે કિડનીને વધુ મહેનત કરવાની જરૂર નથી પડતી. આમ કાચા પપૈયા કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કાચા પપૈયાનું ક્યારે અને કેટલું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક?
જો તમે રોજ કાચા પપૈયાનું સેવન કરવા માંગો છો, તો તમે 100 ગ્રામ પપૈયાનું સેવન કરી શકો છો. પપૈયાની સાથે તમે તેના પાનનું પણ સેવન કરી શકો છો. જમવાના 2 કલાક પહેલાં અને બે કલાક પછી પપૈયાનું સેવન કરવું શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
મહિલા માટે ગુણનો ખજાનો
ખાસ કરીને મહિલાઓ એ કાચું પપૈયું ખાવાથી દર મહિને આવનાર પિરિયડ્સના દુખાવામાં ઘણી રાહત મળે છે. આ સાથે જ ઓકસીટોસીન અને પ્રોસ્ટાગ્લૈડીનના લેવલમાં પણ ઘણો વધારો થાય છે, જે પિરિયડ્સના દુખાવામાં રાહત અપાવવામાં મહત્વની કામગીરી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.