ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત,આજે ફરીથી રૂ.15નો વધારો નોંધાયો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત છે. સિંગતેલમાં 3 દિવસમાં 25 રૂપિયાનો વધારો થયો છે. શનિવારે ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો હતો. આજે ફરીથી રૂપિયા 15નો વધારો નોંધાયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2500 થયા છે. કપાસિયા તેલમાં રૂપિયા 25નો વધારો થયો છે.

4થી માર્ચે ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતુ જેમાં DyCMએ સિંગતેલમાં વધેલા ભાવ માટે વિદેશમાં થઈ રહેલી નિકાસને જવાબદાર ગણાવી હતી.તેમના કહેવા પ્રમાણે અન્ય દેશોમાં સિંગતેલમાં ભાવની માગ વધતા નિકાસ વધારાઈ છે અને તેના કારણે મગફળી ખેડૂતો પાસેથી વધારે ખરીદાઈ અને તેનો સીધો જ ફાયદો ખેડૂતોને પણ થયો છે.

કોરોનાકાળમાં સરકાર માટે ટેક્સ પર કાપ મુકવો પણ મુશ્કેલીભર્યુ છે. જો કે તેમણે પેટ્રોલ-ડીઝલને GSTમાં સમાવવા અંગે GST કાઉન્સિલ વિચાર કરી શકે છે તેવું સૂચક નિવેદન કર્યુ છે.

તેલ ઉત્પાદનમાં એપ્રિલ સુધી કાપ વધારાયો થઈ શકે છે. હવે જો કેન્દ્ર કે રાજ્ય સરકારો ટેક્સ ન ઘટાડે તો પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘું થઇ શકે. ઇંધણની માગ કોરોના પહેલાની સ્થિતિએ પહોંચી છે. ઇંધણની માગ વધતા વાયદા બજારમાં પણ જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. OPECએ ઓનલાઇન યોજેલી બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. સઉદી અરબે રોજના 10 લાખ બેરલ ઓછું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો છે.

ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ.798ની જગ્યાએ રૂ. 823માં મળશે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 95નો વધારો થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ.1530ની જગ્યાએ રૂ.1625માં મળશે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો આજથી લાગૂ કરવામાં આવ્યો છે. ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.225નો વધારો ઝીંકાયો છે. ફેબ્રુઆરીમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રણ વાર વધારો થયો છે. 4 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં રૂ.25નો વધારો નોંધાયો હતો. 15 ફેબ્રુઆરીએ ફરી ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. 25 ફેબ્રુઆરીએ ત્રીજી વાર 25 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.