કડકડતી ઠંડી બાદ હવે અસહ્ય ગરમીની હવામાન વિભાગની આગાહી,તાપમાન 43ને પાર જશે

શિયાળામાં હાડ થીજવી દેતી ઠંડી બાદ હવે પરસેવો નીતારી દેતી ગરમી માટે પણ તૈયાર રહેજો. અને આ વર્ષે શિયાળાની જેમ ગરમી પણ ધમધોકાર પડવાની છે. અને આ વખતની ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જો કે હાલ 3 દિવસમાં ગરમીમાં વધારાની સંભાવના નહિવત છે. તો આગાહી પ્રમાણે એપ્રિલથી જ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ જશે.

હાલ છેલ્લા 3-4 દિવસથી બપોરે ગરમી લાગવાની શરૂઆત થઈ ગઈ છે. અને રાત્રે પણ હવે પંખો ચાલુ કરવો પડી રહ્યો છે. તેવામાં હવે શિયાળો ખતમ થઈ રહ્યો છે. અને ગરમીની શરૂઆત થતાં જ લોકો હાય ગરમી, હાય ગરમી કરવા લાગ્યા છે. અને ઉનાળામાં કેવી જોર ગરમી પડશે તેની ચિંતા કરી રહ્યા છે. અને આ ચિંતા કરવી એકદમ યોગ્ય છે. કેમ કે, ઉનાળામાં પડનારી ગરમી તમે સહન નહીં કરી શકો.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે. સાથે જ મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે. જો કે, હાલ 3 દિવસ માટે ગરમીમાં વધારાની સંભાવના નહીવત છે. પણ તે બાદ તાપમાનમાં વધારાની શરૂઆત થઈ જશે. એપ્રિલ મહિનાથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ જશે. અને આગ ઓગતી ગરમીમાં તમામ ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ઉઠશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.