શક્તિકાંત દાસે આ બેઠકના પરિણામોની જાહેરાત કરી,કહેર વધવા છતાં ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે

ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. જેના કારણે લોનની ઈએમઆઈ પર વધારે રાહત નથી મળી. રિઝર્વ બેંકના રેપો રેટને 4 ટકા પર યથાવત રાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે એમપીસીની 3 દિવસની બેઠક 5 એપ્રિલે શરુ થઈ હતી. રિઝર્વ બેંકે આ નાણા વર્ષ એટલે કે 2021-22 માટે જીડીપી ગ્રોથના અનુમાનને પણ 10.5 ટકા પર યથાવત રાખ્યો છે.

શક્તિકાંત દાસે કહ્યું કે કોરોનાનો કહેર વધવા છતાં ઈકોનોમીમાં સુધારો થઈ રહ્યો છે. જો કે હાલની સ્થિતિમાં જે રીતે મામલા વધી રહ્યા છે તેમાં થોડી અનિશ્ચિતતા વધી છે. પરંતુ ભારત પડકારોને પહોંચી વળવા માટે તૈયાર છે.

બેંક રેટ પણ 4. 25 ટકા પર યથાવત છે. રેપો રેટ એ દર હોય છે કે જેના પર બેંકો ને રિઝર્વ બેંકમાંથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો દર એ રેટ હોય છે જેના પર રિઝર્વ બેંક પોતાની પાસે બેંકો દ્વારા પૈસા જમા કરવા પર બેંકોને વ્યાજ આપે છે.

ઉલ્લેખનીય છે કે આની પહેલા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે 5 ફેબ્રુઆરીએ થયેલા દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને રેપો રેટ 4  ટકા પર બરકરાર રાખ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.