મહારાષ્ટ્રમાં વારંવાર પડખું બદલ્યા બાદ હવે રાજકીય ઊંટ એક જગ્યાએ બેસતો જોવા મળી રહ્યો છે. આશા છે કે બુધવારનાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એનીસીપી અને કૉંગ્રેસનાં સમર્થનથી સીએમની ખુરશી પર બેસનારા પહેલા ઠાકરે બની જશે. છેલ્લા કેટલાક દિવસ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી. પહેલા કૉંગ્રેસે વિચારધારાથી વિપરીત શિવસેનાને સમર્થન આપવા પર સહમતિ દર્શાવે અને એનસીપી પ્રમુખ શરદ પવારે શુક્રવાર રાત્રે ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવાની જાહેરાત કરી.
બીજી સવાર ચોંકાવનારી હતી. શનિવાર વહેલી સવારે બીજેપીએ વૈચારિક પ્રતિદ્ધંવદી એનસીપીનાં અજિત પવારનાં સમર્થનથી મોટી ઉથલ-પાથલ કરી. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને સીએમ અને એનસીપીનાં અજિત પવારને ડેપ્યૂટી સીએમ પદનાં શપથ અપાવ્યા. મહારાષ્ટ્રમાં થયેલા સમગ્ર ઘટનાક્રમમાં અજિત પવાર કાકા શરદ પવારનાં પગલે ચાલતા જોવા મળ્યા. જો કે બંનેનાં રાજકીય ચાલમાં સૌથી મોટી ફરક એ હતો કે શરદ પવાર 1978માં વસંદ દાદા પાટીલની સરકાર પાડીને મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા હતા. તો અજિત પવારને 4 દિવસ પછી જ ડેપ્યૂટી સીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું.
આ કૉંગ્રેસનો ખરાબ સમય હતો. કૉંગ્રેસ અંદર અંદર લડીને તૂટી ગઈ અને કૉંગ્રેસ (એસી) તેમજ કૉંગ્રેસ (વાઈ) અસ્તિત્વમાં આવી. શરદ પવાર કૉંગ્રેસ (એસ)માં સામેલ હોય છે. મહારાષ્ટ્રમાં 1978માં વિધાનસભા ચૂંટણી થઈ અને બંને કૉંગ્રેસ અલગ અલગ મેદાનમાં ઉતરી. ચૂંટણી પરિણામોમાં કૉંગ્રેસ (એસ)ને 69 અને કૉંગ્રેસ (આઈ)ને 65 સીટો પર જીત મળી. જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કરતા રાજ્યમાં 99 સીટો પર કબજો કર્યો. જો કે ત્રણેય પાર્ટીમાં કોઈની પણ પાસે બહુમતનો જાદૂઈ આંકડો નહોતો. આ દરમિયાન શરદ પવારે કૉંગ્રેસ (એસ)નાં કેટલાક ધારાસભ્યોને લઇને જનતા પાર્ટીની સાથે પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક ફ્રંટ (PDF) બનાવ્યું અને સરકાર બનાવી લીધી. શરદ પવાર ફક્ત 37 વર્ષની ઉંમરમાં મહારાષ્ટ્રનાં સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.