કાલથી તાજમહેલની મુલાકાતીઓ માટે ખુલશે, કરાવવું પડશે ઓનલાઈન બુકિંગ

તાજમહેલ અને આગ્રાનો કિલ્લા 6 મહિના બાદ આવતીકાલે સોમવારથી મુલાકાતીઓ માટે ફરીથી ખુલવાના છે. કોરોના મહામારીના કારણે આ જગ્યાઓને બંધ કરી દેવામાં આવી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓએ પર્યટન સ્થળોને ફરીથી ખોલવા માટે તમામ આવશ્યક વ્યવસ્થા કરી છે.

તાજ મહેલના કેરટેકર અમરનાથ ગુપ્તાએ કહ્યું કે, પૂર્વિય અને પશ્ચિમ ગેટ પર સેનેટાઈઝેશન, થર્મલ સ્ક્રીનિં, સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે સર્કલ્સની પેઈન્ટિંગ વગેરે થઈ ચુકી છે. એક શિફ્ટમાં માત્ર 2500 પર્યટકોને અંદર જવાની મંજુરી હશે અને આ માત્ર ઓનલાઈન બુકિંગ દ્વારા જ શક્ય થશે.

વિદેશી પર્યટકોએ એન્ટ્રી માટે 1100 રૂપિયા ચુકવવા પડશે અને દેશના મુલાકાતીઓએ 50 રૂપિયા ચુકવવા પડશે. શાહજહાં અને મુમતાજ મહલની કબર માટે મુખ્યમંચમાં એન્ટ્રી કરવા માટે 200 રૂપિયાની ટીકિટ એક્સટ્રા છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ જુલાઈ મહીનામાં ઐતિહાસિક સ્મારકો ખોલી દેવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ ત્યારે આગ્રામાં કોરોનાની સ્થિતિ જોતા આગ્રા પ્રશાસને ઐતિહાસિક ઈમારતો ખોલવાનો નિર્ણય રદ કર્યો હતો. ઐતિહાસિક સ્મારક તાજમહેલ, આગ્રાનો કિલ્લો, અકબરનો મકબરો અને સિકંદરો વગેરેનો આગ્રાના સંરક્ષિત સ્મારક કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થતા હતા અને આગ્રામાં વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પ્રશાસને નવા આદેશ સુધી હાલ કોઈ પણ ઐતિહાસિક સ્મારક ન ખોલવાનો નિર્ણય કર્યો હતો.

આગ્રામાં કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં 105 નવા કોરોના વાઈરસના કેસોની વિગત આપી છે. અત્યાર સુધીમાં કુલ 4706 કેસ નોંધાય ચુક્યા છે જેમાંથી 3727 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા 862 છે જ્યારે અત્યાર સુધીમાં 117 મોત થઈ ચુક્યા છે.

આગ્રા યુનિવર્સિટીએ શનિવારે મોડી રાત્રે 25 મેડિકોઝના કોરોના પોઝિટિવ આવતા સોમવારે યોજાનારી MBBSની પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી. સંક્રમિત મેડિકોઝને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. યૂનિવર્સિટીઓના અધિકારીઓએ જણાવ્યું કે નવી તારીખોની જાહેરાત પરામર્શ બાદ જાહેર કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.