અમદાવાદ શહેરમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. એટલુ જ નહીં, આરોપીને ભાગેડુ જાહેર કર્યો છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખ બનાવ્યો છે. જોકે, હવે ભાજપના સંનિષ્ઠ નેતાઓ – કાર્યકરો ય ચિતામાં મૂકાયા છે. એવી ચર્ચા છેકે, ભાગેડુ બુટલેગર પર ભાજપના સાંસદ,ધારાસભ્યોના ચાર હાથ છે.
બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખ બનાવ્યો
અમદાવાદ શહેરમાં બહેરામપુરા વોર્ડના પદાધિકારીઓની થોડાક વખત ગત જુલાઇ માસમાં જ નિમણૂંક કરાઇ હતી જેમાં મેહુલ લેઉવાની વોર્ડ ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરાઇ હતી. વાસ્તવમાં મેહુલ લેઉવા થોડાક વખત પહેલાં જ ફુલબજાર પાસે દારૂના જથ્થા સાથે પકડાયો હતો.
મેહુલ લેઉવા થોડાક વખત પહેલાં જ ફુલબજાર પાસે દારૂના જથ્થા સાથે પકડાયો હતો
આ ગુના બદલ ગાયકવાડ હવેલી પોલીસે એક એક નોટિસ પણ ઇસ્યુ કરી હતી. જોકે, આરોપી મેહુલ લેઉવા પોલીસ સ્ટેશન કે કોર્ટમાં હાજર રહ્યા ન હતાં અંતે તેમની વિરુધ્ધ પાસાની કલમ લગાવી અટકાયત કરવા હુકમ કરાયો હતો. આ હુકમને પગલે મેહુલ લેઉવા ફરાર થઇ ગયો હતો. મેહુલ લેઉવા વિરુધ્ધ કેટલીય વાર ભાજપ શહેર પ્રમુખ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાંય કોઇ પગલાં લેવાયા ન હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.