નવા નીર આવતા કાળુભાર ડેમ થયો ઓવરફ્લો,ડેમના 2 દરવાજા ખોલાયા આજુબાજુના ગામોમાં એલર્ટ..

ગઢડા તાલુકાનો કાળુભાર ડેમ સોમવારે મોડી રાત્રે ઓવર ફ્લો થતાં 16 પૈકી બે દરવાજા ખોલવામાં આવ્યા છે, ડેમમાં ઉપરવાસમાંથી 234 ક્યુસેકની આવક સામે જાવક પણ ચાલુ છે અને જેના પગલે રંઘોળા નદીમાં ઘોડાપૂર આવતા વલભીપુર હાઈવે બંધ થઈ ગયો છે પરિણામે વાહનોનો ટ્રાફિક જામ થતા મુશ્કેલી ઊભી થઈ છે.

છેલ્લા થોડા દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે ભાવનગર અને બોટાદ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર આવક થઈ છે તેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના સીધો સ્પર્શ કરતો કાળુભાર ડેમ ઓવરફ્લો થયો છે. 59 536 મીટર એ ઓવરફ્લો થતા કાળુભાર ડેમમાં ગઈકાલે સોમવારે દિવસ પર ધસમસતા નવા નીર ની આવક ચાલુ રહી હતી જેના પરિણામે રાત્રિના બે કલાકે 16 પૈકી બે દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હાલમાં પણ ડેમમાં નોંધપાત્ર આવક સામે જાવક ચાલુ છે તેમ ફ્લડ કંટ્રોલ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

એટલું જ નહીં પરંતુ કાળુભાર ડેમ ઓવરફ્લો થવાના પગલે રંઘોળા નદી માં ઘોડાપૂર આવ્યા છે પરિણામે ભાવનગર થી અમદાવાદ જવા માટેનો વલભીપુર હાઇવે બંધ થઈ ગયો છે. રોડ પરથી ધસમસતા નીર વહી રહ્યા છે અને વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.

ગઢડા તાલુકાના ગઢાળી, રાજપીપળા તથા ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાગધ્રા, ચોગઠ અને વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામોને એલર્ટ કરી દેવાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.