લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જરુરિયાની વસ્તુઓ લોકોને યોગ્ય ભાવે મળી રહે તે માટે કાર્યવાહી કરવા સૂચના આપી છે.
કેન્દ્ર સરકારે ચેતવણી આપતા હક્યુ છે કે, આવશ્યક સેવાઓ ચાલુ રાખવા માટે છુટ અપાઈ છે. આ
સંજોગોમાં જરુરિયાતની વસ્તુઓની જમાખોરી, કાળાબજાર થવાની શક્યતા રહેતી હોય છે. આ પ્રકારની સ્થિતિ ના સર્જાય તે માટે રાજ્ય સરકારોએ ધ્યાન રાખવુ જોઈએ.સરકારોએ જરુર પડે તો વસ્તુઓના સંગ્રહની, તેની કિંમતની મર્યાદા નક્કી કરવી જોઈએ .
કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે, જો કોઈ વ્યક્તિ કાળાબજાર કરતા પકડાશે તો તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.