કેન્દ્ર સરકાર મલેશિયાથી પામ તેલની ખરીદી પર રોક લગાવવાની તૈયારીમાં છે. સરકાર એવમ ઉદ્યોગ સૂત્રએ જણાવ્યું કે, જમ્મૂ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ મલેશિયાએ પાકિસ્તાનનો સાથ આપતા ભારતના આ પગલાની આલોચના કરી હતી. આ સિવાય, નવા નાગરિક્તા કાયદા પર પણ અજીબોગરીબ નિવેદન આપ્યું હતું. આ પર ભારત સરકાર પામ તેલીની નિકાસ પર મેલેશિયાને પાઠ ભણાવવા માંગે છે.
આ ઉદ્યોગ સાથે સંકળાયેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સોમવારે દિલ્હીમાં ઉદ્યોગ જગતનાં લગભગ 24 અધિકારીઓની બેઠક યોજાઇ હતી. મલેશિયાથી પામ તેલની ખરિદારી કરવાથી બચવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં જ એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, કેન્દ્ર અને ઉદ્યોગ જગત વચ્ચે આ મુદ્દાને લઇ ઘણી બધી બેઠકો યોજાઇ ચૂકી છે. તેમણે આગળ કહ્યું કે, ભારત અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.
ડિસેમ્બરમાં, સોયાબીનની નિકાસમાં તીવ્ર ઘટાડાને કારણે દેશમાંથી ઓઇલ મીલની નિકાસ 79.20 ટકા ઘટીને 67,562 ટન થઈ છે. ડિસેમ્બરમાં 2018માં 3,24,927 ટન ઓઇલ મીલની નિકાસ કરવામાં આવી હતી. તેલ ઉદ્યોગોના પ્રમુખ સંગઠન સોલ્વેંટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એસઇએ)એ મંગળવારે કહ્યું કે, ભારતીય સોયાબીન ઓઇલ મીલની કિંમત ઉંચી હોવાના કારણે માંગ નબળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.