કાળાપાણી પર નેપાળના PM ઓલીએ ભારતને દેખાડ્યા તેવર, કહ્યું- એક ઇંચ પણ જમીન લીધી તો…

નેપાળમાં ભારતના નવા નકશાને લઇ ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનની વચ્ચે વડાપ્રધાન કેપી ઓલીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નેપાળ, ભારત અને તિબેટની વચ્ચે ટ્રાઇજંકશનમાં આવેલ કાલાપાણી ક્ષેત્ર નેપાળનો હિસ્સો છે અને ભારતે ત્યાંથી પોતાની સેના તાત્કાલિક હટાવી લેવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે ભારતે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્ર શાસિત રાજ્ય બનાવ્યા બાદ દેશનો નવો નકશો રજૂ કર્યો હતો ત્યારબાદ નેપાળે કાળાપાણી વિસ્તારને ઉત્તરાખંડમાં દેખાડતા નારાજગી વ્યક્ત કરી હતી.

નેપાળની આપત્તિના જવાબમાં ભારતે કહ્યું હતું કે નકશો સંપૂર્ણપણે ભારતની સંપ્રભુતાને દેખાડે છે અને નેપાળની સાથે સરહદમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી.

નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના યુથ વિંગ નેપાળ યુવા સંગમની એક બેઠકને સંબોધિત કરતાં ઓલીએ કહ્યું કે અમે અમારા ભૂ-ભાગની એક ઇંચ પર પણ કોઇ દેશને કબ્જો કરવા દઇશું નહીં. ભારતે તેને ખાલી કરવાનું પડશે. ઓલીએ આગળ કહ્યું કે અમારા ભૂ-ભાગથી ભારતીય સેનાને હટાવ્યા બાદ જ અમે કોઇ વાર્તામાં સામેલ થઇશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.