કળિયુગી જનેતાએ બાળકને તરછોડયું, બે દિવસ બાદ પાછી આવી ને કર્યું…..

અમદાવાદની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજી ને જનાર માતા હોસ્પિટલમાં નાટ્યાત્મક રીતે બાળકને લેવા પહોંચી હતી. દૂધ લેવા જતા બેભાન થઈ હોવાનું માતાએ તરકટ રચ્યું હોવાનું પોલીસ માની રહી છે. મહિલાના છૂટાછેડા થયા હોવા છતાં બાળકોનો જન્મ થતાં પોલીસે મહિલાની પૂછપરછ શરુ કરી છે.

૧૬ તારીખે ખુરસીદાબેન રંગરેજ નામની મહિલાને બિનવારસી હાલતમાં એડમિટ કરવામાં આવી હતી. જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ખુરસીદાબેન રામોલના જનતા નગરની રહેવાસી છે. ૨૦૦૭માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતા પિતા અને બે બાળકો સાથે રહેતી હતી.

આ મહિના ભિક્ષુકની જેમ જુદા જુદા વિસ્તારમાં ફરતી હતી. આ દરમિયાન કોઇ રીક્ષા ચાલક સાથે સંબંધ બંધાતા મહિલા ગર્ભવતી થઈ હતી. અને તેને બિનવારસી હાલતમાં મહિલાને હોસ્પિટલમાં સ્થાનિક લોકોએ ખસેડી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ ચાર દિવસના બાળકને મૂકીને જતી રહેતા આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ ઉપરાંત મહિલાનાં છુટાછેડા થાય હોવાથી આ બાળકનાં પિતા કોણ છે. અને મહિલા હોસ્પિટલથી કયાં ગઈ હતી. તેની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.