‘કાળો દિવસ’! આજે આ ક્રિકેટરનું થયું હતું મોત, ભારતીય ખેલાડીએ પણ મેદાન પર ગુમાવ્યો હતો જીવ

ક્રિકેટના મેદાન પર બોલિંગ અને બેટિંગથી બનેલા રેકોર્ડ્સની મોટા ભાગે ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આ જ મેદાન પર ઘણી વખત એવી પણ ઘટનાઓ બને છે જેમને એક ‘કાળા દિવસ’ અથવા તો ‘ખરાબ દિવસ’ તરીકે યાદ કરવામાં આવે છે. 27 નવેમ્બરની તારીખ પણ ક્રિકેટ ઇતિહાસમાં એક એવા જ ‘કાળા દિવસ’ તરીકે નોંધાયેલ છે.

આપને જણાવી દઈએ કે આજથી 5 વર્ષ પહેલા 27 નવેમ્બરના રોજ 25 વર્ષના યુવા ખેલાડી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનનું મોત નીપજ્યું હતું. 24 નવેમ્બર 2014ના રોજ એક ઘરેલૂ મેચ દરમિયાન સીન ઓબેટની બાઉન્સર બોલ ફિલિપ હ્યુજને માથા પર વાગ્યો હતો. જેના પછી તે મેદાન પર ઢળી પડ્યો હતો. જોકે તેને હેલમેટ પહેર્યું હતું. તેમ છતાં ગંભીર ઇજા થતા તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

લગભગ 3 દિવસ સુધી સિડનીના એક હોસ્પિટલમાં કોમામાં રહ્યો અને પછી 27 નવેમ્બર 2014ના રોજ તેનું નિધન થયું હતું. આપને જણાવી દઈએ કે માત્ર 3 દિવસ બાદ એટલે કે 30મી નવેમ્બરના રોજ હ્યુજનો જન્મદિવસ હતો. ફિલિપે ઓછી ઉંમરમાં જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને તે ઓસ્ટ્રેલિયાના 408મો ટેસ્ટ ક્રિકેટર હતો. ફિલિપે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 25 વન ડે અને 1 ટી20 મેચ રમી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.