કોરોનાને લઈ સ્વામિનારાયણ સંપ્રાયે મોટો નિર્ણય લીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલ કાળુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયએ નિર્ણય લીધો છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો બંધ રેહશે. કોરોનાની સ્થિતિને જોતા મંદિર પ્રશાસને આ નિર્ણય લીધો.
કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.
લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય ખાતાના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ બેઠક કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે યોજાઈ હતી
રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં સરકાર 2 કે 3 દિવસના વિકેન્ડ કર્ફ્યું લગાવે તેઓ હાઇકોર્ટે નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કડકાઇની જરૂર પડે તેવી સ્થિતિનું હાઈકોર્ટનું અવલોકન કર્યું છે
- કોરોનાને અટકાવવા નક્કર પગલાં જરૂરીઃ હાઈકોર્ટ
- રાજકીય મેળવડા બંધ કરાવવા નિર્દેશ
- જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા નિર્દેશ
- કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા નિર્દેશ
- ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બની રહી છે વિકટ
- ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથને આપ્યા નિર્દેશ
ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 171 લોકો વેન્ટિલેટર પર છે
કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 798 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 218 કેસ, જ્યારે ગ્રામ્યમાં 124 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 321 કેસ અને ગ્રામ્યમાં 64 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.