અમેરિકાના એક એરફોર્સ બેઝ પર રવિવારે સુરક્ષા ચેતવણી જારી કરીને લોકડાઉન લગાવવું પડ્યું હતું. અહેવાલો અનુસાર, આ એલર્ટના થોડા સમય પહેલા જ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ બેઝથી નીકળ્યા હતા. રવિવારે, અમેરિકાના જોઈન્ટ બેઝ એન્ડ્રુ એર ફોર્સ બેઝ પર એક હથિયારધારી વ્યક્તિ સુરક્ષાને તોડીને અંદર ઘૂસી ગયો હતો.અને જેના કારણે અફરા-તફરી મચી ગઈ હતી અને થોડી મિનિટો પહેલા જ ત્યાંથી નીકળેલા કમલા હેરિસ આમાં ફસાઈ જતા બચી ગયા હતા.
એક અખબારે અહેવાલ આપ્યો છે કે બેઝ પર હાજર સ્થાનિક પત્રકારોએ કહ્યું કે સુરક્ષા કર્મચારીઓએ તેમની વાન રોકી અને તેને તપાસી. NPR વ્હાઇટ હાઉસના સંવાદદાતા સ્કોટ ડેટ્રોએ જણાવ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે એક સક્રિય શૂટર હોવાની ખબરોને કારણે બેઝ પર લોકડાઉન લાગેલું છે જ્યાંથી થોડી વાર પહેલા જ એરફોર્સ વને ઉડાન ભરી હતી.અને ડેટ્રો અને બાકીના પત્રકારો એક વાનમાં હતા જે એલર્ટને કારણે રોકી લેવામાં આવી હતી.
તપાસ કરનાર સૈનિકોએ કહ્યું કે આ વ્યક્તિ પાસે હથિયાર ચોક્કસ છે પરંતુ તેણે હજુ સુધી ગોળીબાર કર્યો નથી.’ એપી માટે વ્હાઇટ હાઉસને રિપોર્ટિંગ કરતા જેકે મિલરે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જાહેરાત કરી છે કે તમામ કેબિનેટ મંત્રીઓ સુરક્ષિત છે અથવા તો બેઝની બહાર છે.’ અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે સૈન્યના હેલિકોપ્ટર બેઝની આસપાસ સતત ઉડાન ભરી રહ્યા છે.
આ વિસ્તારમાંથી ગાડીઓને હટાવી દેવામાં આવી છે અને બેઝ પર હજુ પણ લોકડાઉન લાગેલું છે. અને ગયા વર્ષની શરૂઆતમાં, એક વ્યક્તિ તેની કાર સાથે અમેરિકાના લાસ વેગાસમાં મેકકેરાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા કોર્ડન તોડીને ઘૂસી ગયો હતો. આ વ્યક્તિએ એરપોર્ટની બહાર અને અંદર સુરક્ષા અવરોધો તોડીને વિમાન પાસે તેની કાર રોકી હતી. સમાચાર અનુસાર, મેથ્યુ હેનકોક નામના આ વ્યક્તિનો ઈરાદો વાસ્તવમાં પ્લેન ચોરવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.