કમલનાથને સુપ્રીમમાંથી મળી રાહત, સ્ટાર પ્રચારકની યાદીમાંથી નામ હટાવવાના ECના નિર્ણય પર લગાવી રોક

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકની યાદીમાંથી નામ હટાવવાના ચૂંટણીપંચના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા એસએ બોબડેએ કહ્યું કે, કોઈનું નામ સ્ટાર પ્રચારકની યાદીમાંથી હટાવવું ચૂંટણીપંચના અધિકાર ક્ષેત્રમાં નથી.

ચૂંટણીપંચે કહ્યું કે, પ્રચાર પૂર્ણ થઈ ચુક્યો છે અને કમલનાથની અરજી બિનઅસરકારક થઈ ગઈ છે. તેના પર સુપ્રીમે જણાવ્યું કે, આ તમારી સત્તા નથી. અમે આ મામલાને વ્યાપકપણે જોઈશું. કોર્ટે આ મામલે ચૂંટણીપંચન નોટિસ મોકલી જવાબ માંગ્યો.

CJIએ ચૂંટણીપંચને કહ્યું કે, સ્ટાર પ્રચાકની યાદીમાં ઉમેદવારને હટાવવા માટે તમને કોણે સત્તા આપી? તમે ચૂંટણીપંચ છો કે પાર્ટીના નેતા? સુપ્રીમ કોર્ટ એ તપાસ કરશે કે શું ચૂંટણી પંચ કોઈ સ્ટાર પ્રચારકનું નામ હટાવી શકે છે કે નહી?

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથની અરજી પર CJI એસએ બોબડે, એએસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમની બેંચ સુનવણી કરી રહી છે. કમલનાથે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના આદેશને પડકાર્યો છે. ચૂંટણીપંચના કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકની યાદીમાંથી નામ હટાવવાના આદેશને કમલનાથે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

તેમણે પોતાની અરજીમાં કહ્યું કે, ચૂંટણીપંચે તેમના વૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ચૂંટણીપંચના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી છે. અરજીમાં કહ્યું કે, કોઈ વ્યક્તિને સ્ટાર પ્રચારકની યાદીમાં નોમિનેટ કરવું કોઈ પાર્ટીનો અધિકાર છે અને ચૂંટણી પંચ તેમાં હસ્તક્ષેપ કરી શકે નહી.

ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સામે તેમના વિવાદિત નિવેદનને લઈને સખ્ત કાર્યવાહી કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.