હિન્દુ સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ હિન્દુ મહાસભાના સભ્ય કમલેશ તિવારીની 18 ઓક્ટોબર શુક્રવારના રોજ લખનઉમાં ધોળા દિવસે ધાતકી હત્યા થઈ જતા ચકચાર મચી છે. તેમનું ગળું કાપીને ત્યારબાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન ટ્રોમા સેન્ટરમાં તેમનું મોત નિપજ્યું હતું. ખુર્શીદ બાગ સ્થિત કાર્યાલયમાં હત્યારાઓ કમલેશ તિવારીને મળવાના બહાને આવ્યાં હતાં. ત્યાં તેમની સાથે બેસીને ચા પીધી. ત્યારબાદ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયાં. આ ઘટના લખનઉના નાકા વિસ્તારની છે. પોતાના નિવેદનોના કારણે કમલેશ તિવારી સતત ચર્ચામાં રહેતા હતાં. આ હત્યાકાંડનું સુરત કનેક્શન સામે આવ્યું છે. હિન્દુવાદી નેતા કમલેશ તિવારીના હત્યારાઓએ સુરતમાંથી મીઠાઈ ખરીદી હતી એવી પ્રથામિક માહિતી મળી છે મીઠાઈ ખરીદતા શંકાસ્પદ આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ હત્યારાઓએ મીઠાઈના બોક્સમાં ચાકૂ અને તમંચો છૂપાવ્યો હોવાનું કહેવાય છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી હત્યાકાંડમાં જેમની સંડોવણી મનાઈ રહી છે તેવા 3 લોકોની ધરપકડ કરી છે. સુરતની ધરતી ફરસાણ દુકાનના મીઠાઈના બોક્સ પરથી આરોપીઓ સુધી પોલીસ પહોંચી. ધરપકડ કરાયેલા લોકોનું નામ રશીદ, ફૈઝલ અને મોહસીન છે. એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું ગઈ કાલથી ઓપરેશન ચાલી રહ્યું હતું.
પોલીસે તેમની હત્યામાં સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે અને સાથે જ તપાસમાં ગુજરાત કનેક્શન પણ બહાર આવ્યું છે. કમલેશ તિવારીની હત્યામાં ISISનો હાથ હોવાનું અને હત્યારાઓએ સુરતથી મીઠાઈ ખરીદી હોવાના કારણે હવે તપાસમાં ગુજરાત ATS અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.