હિન્દૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા બાદ ઉત્તર પ્રદેશના નોયડામાં અમિત જાનીને મારી નાખવાની ઘમકી મળી છે. અમિત જાની ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી માયાવતીની મૂર્તિ તોડીને ચર્ચામાં આવ્યો હતો. ધમકી ભરેલા પત્રમાં લખ્યું છે કે હવે કમલેશ તિવારી તારો નંબર છે. અમિત જાનીના ઘરે એક મહિલા લેટરનું કવર આપીને ગઈ. સુચના મળતા જ પોલીસ અમિત જાનીના ઘરે પહોંચી હતી. પોલીસે ધમકી આપનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની શુક્રવારે તેમના ઘરે બનાવવામાં આવેલા કાર્યાલયમાં ધોળા દિવસે કરપીણ હત્યા થઈ હતી અને બાદમાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જો હાલ આરોપીઓ સુરતમાંથી પોલીસના હાથે ઝડપાયા છે
બકૌલ અમિત જાનીએ ગાર્ડના આપેલા લેટરને વાંચ્યાં બાદ તેમણે 100 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી લીધી. સેક્ટર 20 થાણા ઈન્ચાર્જે ધમકી ભર્યો પત્ર અને કવર પોતાના કબજામાં લીધો હતો. ત્યાં જ પોલીસે અમીત જાનીને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. અમિત જાનીએ તેને લઈને સેક્ટર 20 પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.