કંગના બેફામ અને નિરંકુશ બની ચૂકી છે, શિવસેનાના મુખપત્ર સામનામાં ગુસ્સો વ્યક્ત થયો

ચંડીગઢ પહોંચ્યાપછી ટોચની અભિનેત્રી કંગના રનૌતે સોશ્યલ મિડિયા પર શિવસેના વિશે કરેલાં વિધાનોથી શિવસેનાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. પોતાના મુખપત્રમાં શિવસેનાએ સંપાદકીયમાં લખ્યું, કંગના બેફામ અને નિરંકુશ બની ચૂકી છે. એ છકી ગઇ છે. સોશ્યલ મિડિયા પર કોઇનો કોઇ પ્રકારનો અંકુશ હોતો નથી. કંગના સોશ્યલ મિડિયાનો દુરુપયોગ કરી રહી હતી. એના પર કોઇ કાર્યવાહી કરીએ ત્યારે અભિવ્યક્તિની આઝાદી કચડવામાં આવી રહી છે એવા આક્ષેપો કરે છે.

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનના પગલે કંગના અને મહારાષ્ટ્રની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર વચ્ચે એક પ્રકારનો વિગ્રહ ફાટી નીકળ્યો હતો. મુંબઇ મહાનગર પાલિકામાં પણ શિવસેનાનો વહીવટ હોવાથી બીએમસીએ કંગનાની ઑફિસમાં કહેવાતા ગેરકાયદે બાંધકામ પર હથોડો માર્યો ત્યારપછી કંગના વધુ પડતું આક્રમક વલણ અપનાવીને બોલતી થઇ હતી. એને કેન્દ્રના ગૃહ ખાતાએ વાય લેવલની સિક્યોરિટી આપતાં એ થોડી બિનધાસ્ત થઇ ગઇ હોય એવું લાગતું હતું.

શિવસેનાના મુખપત્ર સામનાના લેટેસ્ટ અંકના સંપાદકીયમાં લખ્યા મુજબ છેલ્લા થોડા દિવસથી મહારાષ્ટ્ર અને મરાઠી માણસો સોશ્યલ મિડિયાના દુરુપયોગનો ભોગ બન્યા છે. છેલ્લાં પાંચેક વર્ષથી સોશ્યલ મિડિયા સક્રિય થયું એ સાથે નિંદા અને ઘૃણાના ઘોડા બેફામ દોડતા થયા. એના પર કોઇનો અંકુશ નથી.મુંબઇ અને મહારાષ્ટ્રને સતત બદનામ કરવામાં આવી રહ્યા છે. આવા ગોસિપિંગ સામે વાંધો લેવામાં આવે ત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારવાના આક્ષેપ થાય છે. સામનાએ લખ્યું કે જસ્ટિસ એન વી રમણે એક સમારંભમાં કહ્યું હતું કે દેશના ન્યાયમૂર્તિઓ વિશે સોશ્યલ મિડિયામાં તથ્યહીન ગોસિપ અને ધિક્કારયુક્ત લખાણો પ્રગટ થાયછે.  સામનાને લાગે છે કે કાયદાએજ જજોના મોંને બાંધી રાખ્યા છે એટલે આવી હલકી પ્રવૃત્તિ સતત થતી રહી હતી.

અત્યાર અગાઉ શિવસેનાએ સ્થાનિક લોકોને એક જાહેર અપીલ કરી હતી જેમાં કહ્યું હતું કે બહારના લોકો મુંબઇ માટે એક ગ્રહણ જેવા બની ગયા છે. હવે ભૂમિપુત્રોએ સંગઠિત થઇ જવાનો સમય પાકી ગયો હતો. સંગઠિત થઇ જાઓ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.