કંગના ફરી એકવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં છે. ખેડૂત આંદોલન અંગેના તેમના નિવેનને કારણે તેઓ છેલ્લા 2 મહિનાથી ચર્ચામાં છે. અમેરિકન પોપ સિંગર રિહાના દ્વારા ખેડૂત આંદોલનને ટેકો આપવા બદલ કંગનાએ તેને આડેહાથ લીધી હતી.
કંગનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘વિદેશી શક્તિઓ ભારતને નબળા બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પોસ્ટ શેર કરતી વખતે કંગનાએ #ConspiracyAgainstIndia હેશટેગ પણ ઉપયોગ કર્યો છે. ખરેખર, આ લિંક કંગનાના તાજેતરના ઇન્ટરવ્યૂની છે.
કંગનાએ કહ્યું- ‘આ ભારતના ટૂકડા કરવાનું કાવતરું છે. જે દિવસથી આ આંદોલન શરૂ થયું છે, ત્યારથી હું કહી રહી છું કે તેઓ ખેડૂત નથી. આ એક કાવતરું છે. રિહાનાએ સમગ્ર કોરોના સમયગાળા દરમિયાન એક પણ વાત કહી ન હતી. તે બારબાડોસની છે પણ તે અમેરિકન પોપ સ્ટાર છે. અમેરિકામાં આતંકીઓએ તેના પર હુમલો કર્યો ત્યારે તેણે કંઈપણ કહ્યું નહીં.
આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યું છે. આ તમામ આતંકવાદી પ્રવૃત્તિ સપ્ટેમ્બર -ઓક્ટોબરથી ચાલી રહી છે તે એક બાળકી છે અને આ લોકો આ બધામાં એક બાળકીનો ઉપયોગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.