કંગનાને દાદાગીરી પડી ભારે
ટોચની અભિનેત્રી કંગનાએ આજે બપોરે મુંબઇ પહોંચવાની જાહેરાત કરી હતી. એ મુંબઇ પહોંચે એ પહેલાં શિવસેનાનું શાસન ધરાવતી મુંબઇ મ્યુનિસિપાલિટીના અધિકારીઓ બુલડ઼ોઝર લઇને કંગનાની ઑફિસે પહોંચ્યા હતા. હજુ તો બે દિવસ પહેલાં બીએમસીએ ઑફિસની બહાર નોટિસ મારી હતી કે રિનોવેશન ગેરકાયદે છે માટે સ્ટોપ વર્ક.
કંગના આ નોટિસનો જવાબ આપે એ પહેલાં બીએમસી બુલડોઝર લઇને કંગનાની ઑફિસે પહોંચી હતી. કંગના મુંબઇ પહોંચે એ પહેલાં એની ઑફિસ ધરાશાયી કરવા બીએમસી કટિબદ્ધ હોય એવી છાપ પડી હતી. કેન્દ્ર સરકારે કંગનાને વાય પ્લસ સુરક્ષા આપી એથી શિવસેના ભડકી હોય એવું લાગી રહ્યું હતું. શિવસેનાના નેતાઓએ કંગના ભાજપની પોપટ હોય એવો આક્ષેપ કર્યો હતો.
કંગના મુંબઇમાં બની રહેલા બનાવોથી સતત વાકેફ રહેતી હોય એમ એણે ટ્વીટ કરી હતી કે બીએમસી મારી ઑફિસ ધરાશાયી કરવા પહોંચી છે. ત્યારબાદ એણે ઉશ્કેરાટ વ્યક્ત કરતાં લખ્યું હતું, બાબર, યાદ રાખજે અહીં (મારી ઑફિસમાં) ફરી રામ મંદિર બનશે. એણે પોતાની ઑફિસ તોડાઇ રહી હોય એવા ફોટોગ્રાફ્સ પણ ટ્વીટર પર મૂક્યા હતા અને ડેથ ઑફ ડેમોક્રસી જેવા શબ્દો લખ્યા હતા. એણે લખ્યું મારી ઑફિસમાં બાબર આવ્યા હતા. આ મંદિર ફરી બનશે, જય શ્રી રામ…
કંગનાએ બીએમસીને બાબર તરીકે ઓળખાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.