કંગનાએ રાજનાથ સિંઘના આશીર્વાદ લીધા, તેજસ ફિલ્મ માટે પરવાનગી લેવા ગઈ હોવાનો ખુલાસો કર્યો

– એ ભાજપમાં જોડાઇ રહી હોવાની અટકળો વહેતી થઇ

વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પંકાયેલી અભિનેત્રી કંગના રનૌતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘની મુલાકાત લીધી હતી. એને પગલે એવી અટકળો વહેતી થઇ હતી.

જો કે કંગનાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મારી આગામી ફિલ્મ તેજસ માટે જરૂરી પરવાનગી તથા એ અંગેની જરૂરી વાચતીત કરવા માટે હું સંરક્ષણ પ્રધાનને મળી હતી. મેં તેમના આશીર્વાદ અને શુભેચ્છા પણ માગ્યા હતા.

ફિલ્મ તેજસ કેટલીક સત્ય ઘટનાઓ પર આધારિત છે. એ બનાવવાથી કદાચ કોઇ બિનજરૂરી વિવાદ સર્જાય એ પહેલાં સરકારની પરવાનગી લઇને પછી આગળ વધવું એવા વિચારે કંગના પોતાની ટીમ સાથે રાજનાથ સિંઘને મળવા ગઇ હતી.  રાજનાથ સિંઘ સાથેની એની મુલાકાતની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.

છેલ્લા થોડા સમયથી સતત એવી અફવા ઊડતી રહી હતી કે કંગના ભાજપમાં જોડાઇ રહી છે. શિવસેના સાથેના વિવાદના પગલે અને એ મુંબઇમાં આવે તો ખરાબ  પરિણામો આવશે એવી ધમકીના પગલે કેન્દ્ર સરકારે એને ખાસ સિક્યોરિટી આપતી ત્યારથી એવી વાતો સતત વહેતી થઇ રહી હતી કે કંગના ભાજપમાં જોડાઇ રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.