કંગના રનૌતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ટેકો : સંજય રાઉત

આદિત્ય સાથે ફરનારા સુશાંતના હત્યારાઓનો પર્દાફાશ કર્યો એટલે ઉદ્ધવને તકલીફ : કંગના

બોલીવુડ અભિનેત્રી કંગના મુંબઈથી આજે પોતાના ગામ હિમાચલમાં પહોંચ્યા બાદ શિવસેના તરફ આક્રમક વલણ અપનાવી રહી છે. તેણે આક્રોશ સાથે ટ્વિટ કર્યું છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની મૂળ સમસ્યા એ છે કે મેં શા માટે માફિયા સુશાંતસિંહ રાજપૂતના હત્યારાઓ અને તેના ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે.

તેમનો પ્રિય પુત્ર આદિત્ય ઠાકરે તેઓ સાથે ફરે છે. અથવા સંકળાયેલો છે. આ મારો મોટો ગુનો છે. તેથી હવે તેઓ મને પાઠ ભણાવવા માગે છે, ચાલો જોઈએ કોણ ફિક્સ કરે છે તે જોવાનું રહ્યું. શિવસેનાના નેતા તથા સાંસદ સંજય રાઉતે રાજ્યસભા બહાર કંગના વિશે ટીપણી કરવાનું ટાળ્યું અને તેમણે કહ્યું કે કંગના રનૌતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ટેકો છે.

કંગના રનૌત આજે મુંબઈથી પોતાના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશના મનાલી પહોંચી હતી. ચંદીગઢ પહોંચ્યા બાદ કંગનાએ કહ્યું કે ખરેખર મુંબઈમાં સતત હુમલાઓ અને ખરાબ વર્તણૂક કરીને આતંક મચાવ્યો છે અને જાહેર કરે છે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સાથે મુંબઈની સરખામણી કરી છે.

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે કંગનાને પાછા ફરતા આવકાર્યા હતા અને મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. શિવસેના સાથે વિવાદ થયા બાદ કંગના ગયા અઠવાડિયે મનાલીથી તે મુંબઈ આવી હતી.

9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવી તે દિવસે મુંબઈ મહાનગર પાલિકાએ તેની ઓફિસમાં થયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડયા હતા. જેના પગલે તેણે મુંબઈની અદાલતમાં અરજી કરીને આગળ બાંધકામ તોડકામ પર ‘સ્ટે’ લીધો હતો. હવે મારૂં ઘર તોડવાના વેતરણમાં પાલિકા છે, એમ કંગના કરે છે. કંગના રનૌતે ટ્વિટ પર શાસક પક્ષ પર નિશાન વાક્યું હતું.

33 વર્ષીય અભિનેત્રીએ કહ્યું કે લોકશાહીને ખતમ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. પરંતુ તેઓ મને નબળી સમજવું ખોટું છે. એક મહિલાને ધમકી આપીને અને દુવ્યવહાર કરીને તેઓ પોતાની છબી બગાડે છે. પોતાની સાથે થયેલા અન્યાય બદલ રવિવારે કંગના મહારાષ્ટ્રના ગર્વનર ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.