બોલીવૂડ એક્ટ્રેસ કંગના અને શિવસેના વચ્ચેનો વિવાદ વધી ગયો છે અને અન્ય ફિલ્મ સ્ટાર પણ તેમાં કુદી પડ્યા છે.
અગાઉ શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, કંગનાને જો મુંબઈમાં ડર લાગતો હોય તો તેણે મુંબઈ પાછુ આવવુ જોઈએ નહી.
હવે તેના પર કંગનાએ જવાબ આપતા કહ્યુ હતું કે, સંજય રાઉતે મને ખુલ્લેઆમ ધમકી આપી છે.તેમણે મને મુંબઈ પાછુ નહીં આવવા માટે કહ્યુ છે.આખરે મુંબઈ શું પીઓકેમાં ફેરવાઈ રહ્યુ છે.
હવે કંગનાએ ફરી શિવસેનાને પડકાર ફેંક્યો છે કે હું 9 સપ્ટેમ્બર મુંબઈ આવવાની છે.જેનામાં તાકાત હોય તે મને રોકી લે.હું જોઈ રહી છું કે, કેટલાક લોકો મને મુંબઈ નહીં આવવા માટે ધમકી આપવા પર ઉતરી આવ્યા છે.હવે મેં નિર્ણય લીધો છે કે બહુ જલ્દી મુંબઈ પાછી ફરીશ.જે સમયે હું મુંબઈ પહોંચીશ તે વાત પણ લોકોને જણાવીશ.કોઈના બાપમાં હિંમત હોય તો મને રોકી લે.
જોકે કંગનાએ મુંબઈની સરખામણી પીઓકે સાથે કરવાનો સવાલ પૂછ્યા બાદ ફિલ્મ સ્ટાર કંગનાની ટીકા કરી રહ્યા છે.સોનુ સુદ અને રિતેશ દેશમુખ જેવા કલાકારોએ કંગનાની ખુલ્લેઆમ ઝાટકણી કાઢી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.