ફિલ્મ અભિનેત્રી કંગના અને શિવસેના વચ્ચેનો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.
શિવસેનાએ હવે કંગના સામે સીએમ વિરૂધ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા માટે મુંબઈમાં પલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ મુકાયો છે કે, ઉધ્ધવ ઠાકરે સામે કંગનાએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ફરિયાદની સાથે કંગનાના ટ્વિટ પણ એટેચ કરવામાં આવ્યા છે.
કંગનાએ પોતાની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડ બાદ ઉધ્ધવ ઠાકરેને ચેતવણી આપીને કહ્યુ હતુ કે, આજે મારૂ ઘર તુટ્યુ છે અને્ કાલે તારો ઘમંડ તુટશે. કંગનાએ ઉધ્ધને તુકારાથી સંબોધન કર્યુ હતુ અને આ વાત ચર્ચાનો વિષય રહી હતી.
શિવસેનાએ કંગનાના આ વિડિયોને આધાર બનાવીને ફરિયાદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.