ધોળકામાં રહેતી બે દીકરાની માતા પાડોશમાં રહેતી લેડી ડોનના સંપર્કમાં આવી હતી અને દોસ્તી બંધાઈ આ દોસ્તી પ્રેમમાં પરિણમી અને અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કન્ફ્યુઝન ઉભુ થયું.
ગીતાના પતિ અને દીકરા તેને વારંવાર ઘરે પરત ફરવા કહેતા પણ ગીતા લેડી ડોનના પ્રેમમાં હોવાને કારણે પરત ફરી નહોતી પણ છેવટે ક્યાં કહેગેં લોગ સબ સે બડા રોગની જેમ કંટાળીને તે ઘરે પરત ફરી હતી. પણ પાડોશણ સાથે પ્રેમ ફાગ ખેલ્યા બાદ પતિએ તેને ઘરમાં ઘુસવા ન દીધી અને કાઢી મૂકી.
ગીતા પતિના ઘેરથી કાઢી મુકાયા બાદ પોતાના પિયર પહોંચી ત્યારે પરિજનોએ તેને સહારો ન આપ્યો પણ ત્યાંથી નીકળી જઈ જે કરવું હોય તે કર તેમ કહી દીધુ.
પુરુષની જેમ જ રહેતી લેડી ડોન ગામની છોકરીઓને છોકરાની જેમ જ પટાવીને બાઇક પર બેસાડીને ફરવા લઇ જાય છે. લેડી ડોન અન્ય છોકરીઓને પણ પ્રેમિકાની જેમ ફેરવતી હતી.
શરૂઆતમાં તો બધું સરખું ચાલ્યું પણ થોડા દિવસમાં લેડી ડોન સાથે સંબંધો ફરીથી ચાલુ રહેતાં તેમના પતિએ ઘર બહાર કાઢી મૂક્યા હતા. આખરે કંટાળીને તેમનાં માતા-પિતાના ઘરે રહેવા ગયાં હતાં, પણ તેમણે તેમને કૂવો-હવાડો કરજે પણ અહીં ના આવતી તેવું કહેતાં હેલ્પલાઇનને ફોન કર્યો હતો અને પોતાની આપવીતી વર્ણવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.