નવરાત્રિનાં(NAVRATRI ) પાવન પર્વ પર અમદાવાદનાં(AHMEDABAD ) એક પરિવારમાં કંકુવાળા માતાજીનાં પગલાં પડતાં કુતુહલ સર્જાયુ હતું.કંકુવાળઆ માતાજીનાં(MATAJI) પગલાં પડતાં દર્શન માટે ભકતોની ભીડ ઉમટી હતી.
છેલ્લાં ૩૦ વર્ષથી શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતાં ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહનાં ધરે નવરાત્રિનાં અંતિમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. નવરાત્રિનાં નવમા દિવસની રાત્રે ગરબો વળાવી કામિનિબેન સૂઈ ગયાં અને સવારે જયારે ચિરાગભાઈ ઉઠ્યાં ત્યારે ધરનાં મંદિર પાસે કંકુવાળા પગલાં જોવા મળતાં આશ્ચર્ય ચકિત થઈ ઉઠ્યાં હતાં.
ચિરાગભાઈએ તરત જ ડભોળાનાં મહારાજને વિડીયા કોલ કરીને કંકુવાળા ૯ બાળ પગલાં તેમના મંદિર પાસે જોવા મળી રહ્યાં હોવાની જાણ કરી હતી. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજી ની આપને ત્યાં પધરામણી થઈ છે. એક દિવસ સુધી આસપાસનાં લોકોને દર્શન કરવા દો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.