કાનપુર હત્યાકાંડના મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેની ધરપકડ, ઉજ્જૈનમાં કર્યું સરેન્ડર

કાનપૂર શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દૂબે આખરે સરેન્ડર કર્યું છે. વિકાસના એક પછી એક સાગરિતોને ઠાર મારવામાં આવતા વિકાસ દુબેએ આજે ઉજ્જેનમાં સરેન્ડર કર્યું છે.

બુધવારના રોજ વિકાસ દૂબેના વિશ્વાસુ અમર દૂબેને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો જ્યારે આજે તેના વધુ બે સાગરિતોનું એન્કાઉન્ટર કરવામાં ઠાર મારવામાં આવ્યાં છે.

વિકાસ દુબેને મહાકાલેશ્વર મંદિરની રસીદ ફડાવી અને ત્યાર બાદ સરેન્ડર કર્યું. હાલ સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી છે. યુપી પોલીસે વિકાસ દુબેની ધરપકડની પુષ્ટી કરી છે.

આ પહેલા વિકાસ દુબે મીડિયા સમક્ષ સરેન્ડર કરશે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઉજ્જૈનના મહાકાલ પાસે સ્થાનિક પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. સરેન્ડરના સમાચાર મળતા એસટીએફની ટીમ ઉજ્જૈન રવાના થઇ ગઇ છે.

પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે ઠાર મરાયા

મિશ્રાને પોલીસે ફરીદાબાદની એક હોટલમાંથી ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પ્રભાતને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો. પ્રભાત મિશ્રાના એન્કાઉન્ટર અંગે આઇજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે, પોલીસની ટીમ પ્રભાતને લઇને ફરીદાબાદથી આવી રહીં હતી ત્યારે રસ્તામાં ગાડીના ટાયરમાં પંચર પડ્યું. આ દરમિયાના પ્રભાત પોલીસના હથિયાર છીનવી ભાગવનો પ્રયાસ કરતા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. ઘટનમાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયા છે.

તેમણે જણાવ્યું કે પોલીસને એક ટીપ મળી હતી કે ફરીદાબાદની એક હોટલમાં વિકાસ દુબે છુપાયો છે. ત્યાર બાદ પોલીસની ટીમે હોટલમાં દરોડા પાડ્યાં. જ્યાં વિકાસ દુબે તો ન મળ્યો પરંતુ પ્રભાત મિશ્રા અને અન્ય બે આરોપી પકડાયા.

આ ઉપરાંત ઇટાવામાં વિકાસ દુબેના અન્ય એક નજીકના બઉઆ દુબેને પણ ઠાર મારવામાં આવ્યો છે. પોલીસ અનુસાર બઉઆ દુબેએ મોડી રાતે મહેવાની પાસે ત્રણ સગરીકોની મદદથી હાઇવે પર એક ગાડીને લુટી હતી. પોલીસને સમાચાર મળતાની સાથે સિવિલ લાઇન સ્ટેશન વિસ્તારના કાચુરા રોડ પર ઘેરી લીધો.

દરમિયાન પોલીસ અને બઉઆ દુબેની વચ્ચે ફાયરિંગ શરૂ થઇ. જેમાં બઉઆ દુબે ઠાર મરાયો. જોકે, તેના ત્રણ સાથી ભાગવમાં સફળ રહ્યાં. ઇટાવા પોલીસે આસપાસના વિસ્તારના જિલ્લાને એલર્ટ કરી દીધા છે. બઉઆ દુબે પર પોલીસે 50 હજારનું ઇનામ રાખ્યું હતું. કાનપુર શુટઆઉટમાં તે પણ આરોપી હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.