કપડા સૂકવવા ગયેલી 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત, એક વર્ષ પહેલા થયા હતા લગ્ન

A puzzling 3d rendering of a crime scene with a bloody blur on gray asphalt. The yellow stripe makes a barrier for passersby. The chalk drawing outlines a male figure in askew perspective.

સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે. /સુરત: સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે.

સુરત: સુરતના ડીંડોલીમાં 20 વર્ષીય પરિણીતા ચોથા માળે સૂકવેલી ચાદર લેવા જતા રહસ્યમય રીતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જે ગેલેરીમાંથી યુવતી નીચે પટકાઇ તે યુવતીની હાઇટથી થોડી જ નીચે હોવાથી પડી જાય તેવી શક્યતા નથી. જેથી યુવતીએ કૂદીને આપઘાત કર્યો હોવાની આશંકા છે. જ્યારે યુવતીએ થોડા સમય પહેલા હાથની નસ પણ કાપી હોવાનું પતિએ જણાવ્યું હતું. જોકે હાલ વધુ તપાસ ડીંડોલી પોલીસ કરી રહી છે

મૂળ નાગપુર અને સુરત ડીંડોલી વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસીડેન્સી ખાતે 20 વર્ષીય કાજલ શ્યામ ચાંદેકર પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં પતિ, સાસુ, સસરા અને દિયર છે. એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામે પ્રેમલગ્ન કર્યા હતા. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

ગતરોજ રાત્રે આઠ સાડા આઠ આસપાસ અતિ સહિતનો પરિવાર ઘરમાં હતો અને કાજલ ગેલેરીમાં સુકવેલી ચાદર લેવા માટે ગઈ હતી. દરમિયાન રહસ્યમય રીતે કાજલ નીચે પટકાઈ હતી. નીચેથી બૂમાબૂમ થતા પતિ સહિતનો પરિવાર નીચે પહોંચ્યો હતો ત્યાર બાદ તાત્કાલિક 108 મારફતે કાજલને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ચોથા માળેથી નીચે ફટકાતા કાજલના માથા અને પગના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. તેથી કાજલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી હતી. દરમિયાન આજે સવારે કાજલને મૃત જાહેર કરાઈ હતી. કાજલ ના મોતના પગલે પરિવારમાં અશોકનો માહોલ છવાઈ ગયો હતો.

પતિ શ્યામ ચાંદેકરે જણાવ્યું હતુ કે કાજલ કેવી રીતે નીચે ભટકાય તે અંગે અમને પણ કંઈ જાણ નથી. કાજલ ની હાઈટથી થોડી નીચે ગેલેરીની જાળી છે. ચાદર લેવા જતા પટકાય તેવી સ્થિતિ પણ નથી. રૂમમાં હતા અને કાજલ નીચે ફટકાઈ હતી બુમા બુમ થતા જોવા જતા કાજલ નીચે ફટકાઈ હોવાની જાણ થઈ હતી. એક વર્ષ પહેલા કાજલ સાથે પ્રેમ લગ્ન થયા હતા. ખૂબ જ સારી રીતે રહેતા હતા. બંનેના પરિવાર પણ લગ્ન માટે સંમત હતા. બંનેની ઈચ્છા હોવાથી લગ્નના એક વર્ષ પૂર્ણ થયા બાદ ગત 15 માર્ચના રોજ હલ્દીની સેરેમની પણ કરવામાં આવી હતી. કાજલને માઈગ્રેનની તકલીફ હતી. તે કોઈ પણ વાતમાં જલ્દી ગુસ્સે થઈ જતી હતી. ગતરોજ એવી કોઈ ઘટના પણ બની ન હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.