કપિલ શર્મા ટી.વી.નો સૌથી લોકપ્રિય કોમેડિયન છે. ‘ધ કપિલ શર્મા શૉ’ થોડા સમય માટે બ્રેક પર છે કેમ કે, તે આ સમયે કેનેડામાં ટૂર કરી રહ્યો છે. તેની સાથે શૉની આખી ટીમ પણ છે. કપિલ શર્મા સોશિયલ મીડિયા પર સતત કેનેડાથી પોતાની તસવીરો અને વીડિયોઝ શેર કરી રહ્યો છે. આ દરમિયાન કપિલ શર્મા એક કાયદાકીય દાવપેચમાં ફસાઈ ગયો છે અને તેની વિરુદ્ધ Sai USA Incએ વર્ષ 2015ના એક ટૂરને લઈને કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ બાબતે તેની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કપિલ શર્માનો આ ટૂર ઉત્તરી અમેરિકાનો હતો. કોન્ટ્રાક્ટના ઉલ્લંઘનને લઈને તેની વિરુદ્ધ કેસ દાખલ થયો છે. એક અંગ્રેજી વેબસાઇટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકામાં શૉના પ્રમોટર અમિત જેટલીના જણાવ્યા મુજબ, આ મામલો કપિલ શર્માના 6 શૉનો છે. વર્ષ 2015માં ઉત્તરી અમેરિકામાં શૉ માટે તેણે સાઇન કર્યું હતું અને તેને પૈસા પણ આપવામાં આવ્યા અને અમિત જેટલીનો આરોપ છે કે કપિલ શર્માએ એ 6 શહેરોમાંથી એકમાં પરફોર્મ કર્યું નહોતું. તેણે તેનો વાયદો કર્યો હતો અને નુકસાનની ભરપાઈ માટે તે કમિટેડ હતો.
તેણે જણાવ્યું કે, કપિલ શર્મા તરફથી કોઈ જવાબ ન આપવામાં આવ્યો. આ કેસ અત્યારે પણ ન્યૂયોર્ક કોર્ટમાં છે. આ બાબતે કપિલ શર્મા પાસેથી જવાબ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ તેની પ્રતિક્રિયા ન મળી શકી. હાલમાં કપિલ શર્મા કેનેડાના ટોરન્ટોમાં છે. તેની સાથે કૃષ્ણા અભિષેક, કીકૂ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને રાજીવ ઠાકુર છે. આ પહેલા તેણે વેંકૂવરમાં લાઇવે શૉ કર્યો હતો અને હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે પોતાની ઇંગ્લિશ બોલવાની સ્કિલ દેખાડી અને મજાકમાં કહ્યું કે, તેની ટીમના મેમ્બર્સને આ લેંગ્વેજ આવડતી નથી
કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ડ્રિંક પિતા પોતાની તસવીરો પણ શેર કરી છે. તેણે પોસ્ટને કેપ્ટન આપ્યું કે, ‘નમસ્કાર મિત્રો, જ્યુસ પી લો.’ કપિલ શર્માએ પોતાના શહેરોના પ્રવાસના વીડિયો પણ શેર કર્યા છે. કોમેડિયને ટ્રીપ અગાઉ પોતાના શૉ ‘ધ કપિલ શર્મા શૉ’ કમ્પ્લીટ કર્યો હતો અને લાસ્ટ એપિસોડ 5 જૂનના રોજ આવ્યો અને શૉના આગામી સીઝનની જાહેરાત ટીમે અમેરિકાથી ફર્યા બાદ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.