કોંગ્રેસને 139 કરોડથી વધારે ફંડ, 2019-20માં મળ્યું, પાર્ટીના સભ્યોમાં, કપિલ સિબ્બલે, સૌથી વધારે ફંડ આપ્યું

કોંગ્રેસને 2019-20માં 139 કરોડથી વધારે ફંડ મળ્યું. પાર્ટીના સભ્યોમાં સૌથી વધારે ફંડ કપિલ સિબ્બલે આપ્યુ. તેમણે પાર્ટી કોર્ષમાં 2 કરોડ રુપિયાનું દાન આપ્યું.

કાયદા અંતર્ગત રાજનીતિક પાર્ટીઓ માટે જરૂરી છે કે તે 20 હજાર રુપિયાથી વધારે દાન આપનાર વ્યક્તિઓ, કંપનીઓ, ઈલેક્ટોરલ ટ્રસ્ટ અને સંગઠનો વિશે જાણકારી આપે. એક એપ્રિલ 2019થી 31 માર્ચ 2020ની વચ્ચે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે 1, 08, 000 રુપિયા આપ્યા હતા. જ્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 54000 અને પાર્ટી  અધ્યક્ષ સોનિયા ગાંધીએ 50 હજારનું દાન આપ્યું.

ઈલેક્ટોરલ ટ્રસ્ટ કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા દાનદાતા છે. પ્રૂડેંટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ (ભારતીય એરટેલ અને ડીએલએફ)એ 30 કરોડ રુપિયાનું દાન આપ્યુ. જ્યારે જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટે 25 કરોડ રુપિયાનું દાન આપ્યું.

કપિલ સિબ્બલે 3 કરોડનું દાન આપ્યું

2019-20માં કોંગ્રેસને દાનમાં આવનારા કોર્પોરેટ્સમાં એસઈજી લિમિટેડ (3.5 કરોડ), ગ્વાલિયર અલ્કોબ્રૂવ(5 કરોડ) અને બીજી શિર્કે કન્સ્ટ્રક્શન(4 કરોડ) સામેલ છે.

 ITCએ લગભગ 13 કરોડનું દાન આપ્યું

સહાયક કંપની ITCઈન્ફોટેક એ 4 કરોડ રુપિયા અને ITCની એક સહાયક કંપની રસેલ ક્રેડિટ લિમિટેડને કોંગ્રેસને 1.4 કરોડ રુપિયાનું દાન કર્યું.

અત્યાર સુધી ચૂંટણી આયોગને કોંગ્રેસ, એનસીરી અને બીએસપીએ દાનનું વિવરણ શેર કર્યુ છે. વર્ષ 2019-20 માટે ભાજપ, ટીએમસી, સીપીઆઈ અને સીપીએમ દ્વારા પ્રસ્તુત રિપોર્ટ હજું શેર કરવામાં આવ્યો નથી. એનસીપીને 59.9 કરોડ મળ્યા  અને બીએસપીએ કહ્યું કે તેમને આ વર્ષે 2019-20માં 20 હજાર રુપિયાથી વધારે કોઈ દાન નથી મળ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.