કપિલ સિબ્બલના નિવેદનથી ભાજપ ખુશખુશાલ,કોંગ્રેસ નારાજ

કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્ય નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કેરળ અને પંજાબ આ કાયદાના વિરોધમાં એક પ્રસ્તાવ પણ પસાર કરી ચૂક્યા છે. આ માહોલ વચ્ચે કોંગ્રેસ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, સંસદમાંથી પસાર થયેલા CAAને લાગુ કરવા કોઈ રાજ્ય એનો ઈન્કાર ન કરી શકે. આવું કરવું ગેરબંધારણીય ગણાશે. સિબ્બલનું આ નિવેદન ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, એમનો પક્ષ બીજા વિપક્ષને એકજુથ કરીને સરકાર પર દબાણ વધારી રહી છે. ભૂતપૂર્વ કાયદામંત્રીએ કેરળ સાહિત્ય ઉત્સવના ત્રીજા દિવસે સ્પષ્ટતા કરી કે, હવે જ્યાં CAA સંસદમાંથી પસાર થઈ ચૂકયું છે તો કોઈ રાજ્ય તેનો અસ્વીકાર ન કરી શકે. લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે. આ વસ્તુ યોગ્ય નથી અને ગેરબંધારણીય છે. તેમના આ નિવેદનથી કોંગ્રેસના નેતાઓ ગુસ્સે છે અને ભાજપના નેતાઓ કોંગ્રેસનો જ મજાક ઉડાવી રહ્યા છે.

તમે એનો વિરોધ કરી શકો છો, વિધાનસભામાં એનો પ્રસ્તાવ પસાર કરી શકો છો. કેન્દ્ર સરકાર પાસેથી આ કાયદો પરત ખેંચવા માટે અપીલ કરી શકો છો. જે રાજ્ય એ લાગુ કરવા ઈન્કાર કરે છે તો હજુ પણ એની સમસ્યામાં વધારો થઈ શકે છે. કેરળ સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં CAAની વિરુદ્ધમાં સુપ્રીમના દ્વાર ખખડાવ્યા હતા. કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર સહિત બીજા કેટલાક રાજ્ય CAAની સાથે NRC અને NPRનો પણ વિરોધ કરી રહ્યા છે. વકીલ કપિલ સિબ્બલ અને કોંગ્રેસ નેતાએ એ વાત સમજાવી કે, જ્યારે કોઈ રાજ્ય એમ કહે છે કે, તેઓ કોઈ CAAને લાગુ નહીં કરે તો રાજ્યનું મંતવ્ય શું હશે. રાજ્ય આવું કેવી રીતે કરી શકે. આ રાજય કેન્દ્રના કર્મચારીઓના કે રાજ્યના અધિકારીઓને ભારત સંઘ સાથે કોઈ સહયોગ નહીં આપે. NRCએ NPR પર આધારિત છે અને NPRને સ્થાનિય રજીસ્ટ્રાર લાગુ કરશે. હવે જ્યારે પણ ગણતરી જે તે સમુદાયથી થશે ત્યાંથી સ્થાનિક રજીસ્ટારની નિયુક્તિ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.